તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
સોરઠીયાવાડી સર્કલ પાસે મંડપ સર્વિસની દૂકાને હૃદય બેસી જતાં વજેસંગભાઇનું મોત
રણુજા મંદિર પાસેની સોમનાથ સોસાયટીના પ્રોૈઢને હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ રાઠોડ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: હૃદય રોગના હુમલાથી મૃત્યુનો વધુ એક બનાવ બન્યો છે. કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં રહેતાં વજેસંગભાઇ લખુભાઇ રાઠોડ (ઉ.વ.૫૩)નું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે.
વજેસંગભાઇ રાઠોડ સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા હરિ મંડપ સર્વિસ ખાતે લેબર કર્મચારી તરીકે કામ કરતાં હતાં. તેઓ આ સ્થળે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, પરેશભાઇએ ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વજેસંગભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
રેલનગરના રાજેન્દ્રસિંહ જેઠવાનું બેભાન હાલતમાં મૃત્યુ
અન્ય બનાવમાં રેલનગર કર્ણાવતિ સ્કૂલ પાસે નરસિંહ મહેતા ટાઉનશીપમાં રહેતાં રાજેન્દ્રસિંહ દોલતસિંહ જેઠવા (ઉ.વ.૫૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેઓ કાર મિકેનીક હતાં અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેમને કેન્સરની બિમારી હોવાનું સ્વજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(4:12 PM IST)










