<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

રતનપરમાં વિદેશી છાત્રો અને ગ્રામજનો વચ્ચે બબાલ: ગ્રામજને મોબાઈલથી વિડીયો ઉતાર્યાની શંકાએ માથાકૂટ: કુવાડવા પોલીસ સમક્ષ રજૂઆત

રાજકોટ: શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં સાંજે ગ્રામજનો અને વિદેશી છાત્રો વચ્ચે બબાલ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. વિડીયો ફોટા લીધાની શંકા કરી વિદેશી છાત્રએ એક ગ્રામજન સાથે માથાકૂટ કરી લેતા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ સાંજે રતનપરના એક રહેવાસી પોતાના મોબાઈલમાં વાત કરતાં કરતા જઈ રહ્યા હતાં ત્યારે વિદેશી છાત્રો પણ ત્યાં જ હોય તેમને આ ગ્રામજને મોબાઈલથી ફોટો વિડીયો લીધાની શંકા જતાં તેમની સાથે માથાકૂટ ઝપાઝપી કરી હતી. તેમનો મોબાઈલ ઝૂંટવી ગેલેરી ચેક કરી હતી. બનાવને પગલે બીજા ગ્રામજનો, આગેવાનો દોડી આવ્યા હતાં. પોલીસને પણ બોલવાઈ હતી. ગવરીદળથી જીજ્ઞેશભાઈ પ્રજાપતિના કહેવા અનુસાર કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ગ્રામજનો રજુઆત કરવા પહોંચ્યા હતાં.

(9:10 PM IST)