<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

ઇસ્‍ટ ઝોનમાં પાણી-ગટર-સફાઇની પારાવાર ફરિયાદો

શહેરના વોર્ડ નં. ૪, પ, ૬, ૧પ, ૧૬, ૧૮માં પાણી ધીમું અને ગંદુ આવતી હોવાની પણ રાવઃ મનપાની સમીક્ષા બેઠક

રાજકોટ તા. ૧પઃ શહેરના ં ઇસ્‍ટ ઝોનના વોર્ડ, વિસ્‍તારોના સંકલનના પ્રશ્‍નો પ્રગતિ હેઠળના કામોના રીવ્‍યુ અંગે મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં  મહા નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, ઇસ્‍ટ ઝોન હેઠળના વોર્ડના  કોર્પોરેટરશ્રીઓ તથા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.મનપા દ્વારા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓ તથા  વોર્ડના કોર્પોરેટરશ્રીની ઉપસ્‍થિતિમાં વોર્ડના સ્‍થાનિક સંકલનના પ્રશ્‍નો રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્‍ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્‍નોનું સત્‍વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોન વાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ.

જે અંતર્ગત ઈસ્‍ટ ઝોનના વોર્ડ નં.૪,૫, ૬,૧૫,૧૬,૧૮ કુલ-૬ વોર્ડના કોર્પોરેટરઓ, અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્‍થિતિમાં મિટીંગ હોલ, શ્રી ઝવેરચંદ મેઘાણી ભવન, પૂર્વ ઝોન, ભાવનગર રોડ ખાતે મિટીંગ યોજવામાં આવી.                 

આ મિટીંગમાં ઇસ્‍ટ ઝોન હેઠળના વોર્ડના સ્‍થાનિક સંકલનના પ્રશ્‍નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્‍ય બાબતો અંગે રીવ્‍યુ કરવામાં આવેલ. જેમાં સૌ પ્રથમ ઇસ્‍ટ ઝોનના તમામ વોર્ડના પ્રગતિ હેઠળના કામો અને નવા કામોની વહીવટી પ્રક્રિયા અંગે વોર્ડવાઈઝ રીવ્‍યુ કરવામાં આવેલ. મિટીંગમાં કોર્પોરેટર દ્વારા વોર્ડ નં.૪માં ટીપરવાનની ઘટ છે ટીપરવાન ફાળવવી, વિસ્‍તારમાં મોટો વોર્ડ હોઈ તે વોર્ડ સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટની કામગીરી માટે વોર્ડ કામગીરીનું વિભાજન કરવું, લાતી પ્‍લોટમાં નિયમિત ટીપરવાન ફાળવવી, વોર્ડમાં બાકી રહેતી તથા નવી સોસાયટીઓમાં ટીપરવાનની વ્‍યવસ્‍થા, ડ્રેનેજ ફરિયાદનો નિયમિત નિકાલ કરાવવો,

ઉપરાંત સેટેલાઈટ વિસ્‍તારમાં ધીમા ફોર્સથી અને ગંદા પાણીની ફરિયાદનો નિકાલ કરવો, વારંવાર ડ્રેનેજ લગત ફરીયાદ આવે છે તેવા વિસ્‍તારમાં જેટીંગ મશીન મારફત ડ્રેનેજ સફાઈ કરાવવી, વોર્ડ નં.પ માં આવેલ વલ્લભનગર તથા સદગુરૂ સોસાયટીમાં પેવીંગ બ્‍લોકના સૂચવેલ કામ કરવા, નવા રોડ બનેલ હોય તેવા વિસ્‍તારમાં ડ્રેનેજ હાઉસ ચેમ્‍બર રોડ લેવલ કરવી, રણછોડવાડી વિસ્‍તારના વોંકળાની સફાઈ કરાવવી, વોંકળા સફાઈ માટે ગેઇટ બનાવવો, જુના આવાસોના દસ્‍તાવેજની કામગીરી તાત્‍કાલિક કરવી.

જયારે વોર્ડ નં.૬ના જનભાગીદારી યોજનાના કામો કરવા, ગંદા પાણીની ફરિયાદ તાત્‍કાલિક નિકાલ કરવી, વોર્ડ નં.૧૬મા સૂર્યોદય, ન્‍યુ સાગર, ગોવિંદનગર સોસાયટીમાં ધીમા ફોર્સથી પાણી વિતરણની ફરિયાદ છે જેનો નિકાલ કરવો, કોઠારિયા રિંગ રોડ નેશનલ હાઈવેની ડ્રેનેજ વારંવાર ચોક અપની ફરિયાદ છે જેનો નિકાલ કરવો, નદી વિસ્‍તારમાં લોકો દ્વારા બાંધકામ વેસ્‍ટ નાખવામાં આવે છે, જે પરત્‍વે ચેકીંગ કરવું, જાહેર રસ્‍તા ખુલ્લા કરવા, ખોખડદડ નદીમાં બાંધકામ વેસ્‍ટ નાખવામાં આવે છે, જે પરત્‍વે ચેકીંગ કરવું, નદી કાંઠે ગેરકાયદેસર બાંધકામ દુર કરવા, કોર્પોરેટરની ગ્રાન્‍ટના બાકી કામો સત્‍વરે પૂર્ણ કરાવવા.

વોર્ડ નં.૧૫ના પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, વોર્ડ નં.૧૮માં નવા બનેલ રસ્‍તાઓ પર સેન્‍ટ્રલ ડિવાઈડરના કામો કરવા, રોલેકસ રોડના બાકી રહેતા કામ અંગે જરૂરી કાર્યવાહી કરવી, લાપાસરી બ્રિજની કામગીરી સત્‍વરે હાથ ધરવી, પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ કરવા, નેશનલ હાઈવે કોઠારીયા ચોકડી ટ્રાફિકની સમસ્‍યા દુર કરવા સર્કલ બનાવવું, નવા બનેલ રસ્‍તા પર લાઈટીંગ કામ કરવા વગેરે બાબતોની સ્‍થાનિક કોર્પોરેટરઓ દ્વારા રજુઆત  કરવામાં આવી.                    

 આ મિટીંગમાં શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ, વોર્ડના કોર્પોરેટરઓ તરફથી આવેલ તમામ રજુઆતો તથા પ્રશ્‍નોનો અગામી માસમાં યોજાનાર મિટિંગમાં ફરીથી રીવ્‍યુ કરવામાં આવનાર હોઈ, સંબંધિત તમામ રજુઆતો તથા પ્રશ્‍નો સત્‍વરે નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી. તેમજ ઇસ્‍ટ ઝોનના તમામ વોર્ડના પ્રગતિ હેઠળના કામો અને નવા કામોની વહીવટી પ્રક્રિયા અંગે વોર્ડ વાઈઝ રીવ્‍યું કરવામાં આવેલ. જે કામો મંજુર થયેલ છે તે કામોની પ્રિ-ઓડિટ, એજન્‍સી સાથે કરારનામું તથા વર્ક ઓર્ડર આપવાની કાર્યવાહી એક અઠવાડીયામાં પૂર્ણ કરવા જણાવેલ. જે નવા કામો વહીવટી પ્રક્રિયામાં છે તેવા કામોની વહીવટી પ્રક્રિયા ઝડપથી થાય તે માટે સતત ફોલોઅપ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી. ઇસ્‍ટ ઝોનના તમામ વોર્ડમાં ડ્રેનેજ-વોટર વર્કસની તમામ ફરિયાદ નિયમિત સોલ્‍વ કરવા, સફાઈ જાળવવા, ન્‍યુસન્‍સ પોઈન્‍ટની સફાઈ કરવા, વોર્ડ વાઇઝ ખાડાની સંખ્‍યા, રીપેરીંગ કરેલ ખાડાઓ, બાકી રહેતા ખાડાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરવા, જાહેર રસ્‍તા પર તથા સોસાયટીમાં બાંધકામ વેસ્‍ટ પડેલ હોય તેવા આસામીઓને નોટીસો આપી નિકાલ કરાવા.

જયારે વરસાદી પાણી ભરાતું હોય તે જગ્‍યાએ તથા ચાલુ કામોનું ખોદાણ કરેલું હોય તે સ્‍થળે સાવચેતી/સલામતી અંગેના સાયનેજીસ મુકવા, ફોગીંગ, દવા છંટકાવ, પાણીના ટાંકામાં નાખવાની દવા વિતરણ, જનજાગળતિ કાર્યક્રમ, વોર્ડ વાઈઝ મચ્‍છર ઉપદ્રવવાળી સાઈટ્‍સ-બિલ્‍ડીંગની ચકાસણી કરવી, આસામીને નોટીસ અને દંડ કરવા, વોટર વે પરના દબાણો તાત્‍કાલિક દુર કરવા, દરેક વોર્ડના ગાર્ડનની નિયમિત સફાઈ અંગેની વ્‍યવસ્‍થા, ઝાડ તથા લોન એરિયાનું ટ્રીમીંગ, કસરતના સાધનોનું સમયાંતરે રિપેરીંગ, ગાર્ડન ટોયલેટ બ્‍લોકની સફાઇ, કોલ સેન્‍ટર તથા કંટ્રોલરૂમમાં નોંધાતી ફરિયાદોનો તાત્‍કાલિક નિકાલ કરવો, સેન્‍ટ્રલ ડિવાઈડરમાં વળક્ષારોપણ અને મોડા છોડનું ટ્રીમીંગ, જાહેર માર્ગો પર આવેલ સ્‍ટ્રીટ લાઈટ તથા સેન્‍ટ્રલ ડિવાઈડરમાં આવેલ સ્‍ટ્રીટ લાઈટના પોલમાં કોઇપણ જગ્‍યાએ વિજ વાયર ખુલ્લા છે કેમ? તેની તાત્‍કાલિક ચકાસણી કરવી.

 નવા વિસ્‍તારમાં સેન્‍ટ્રલ લાઈટીંગ અને સેન્‍ટ્રલ લાઈટીંગ નવીનીકરણના કામ કરવા, વોર્ડ વાઇઝ પેન્‍ડિંગ ફાયર એન.ઓ.સી. અરજીઓનો નિકાલ કરવો, વોર્ડ વાઇઝ ફાયર એન.ઓ.સી. વગરના લો રાઇઝ, હાઈરાઇઝ બિલ્‍ડીંગોની ચકાસણી કરી નોટીસો આપવી, શહેરમાં જાહેર માર્ગો પર આવેલ ભયગ્રસ્‍ત હોર્ડીંગ બોર્ડ દુર કરવા એજન્‍સીને જાણ કરવી, કોમ્‍યુનિટી હોલના તથા આવાસના શોપીંગ સેન્‍ટરમાં આવેલ બાકી રહેતી દુકાનોની જાહેર હરાજી કરી, દુકાનો દસ્‍તાવેજ કરવા, જે કોમ્‍યુનિટી હોલ સંચાલક સંસ્‍થાની મુદત પૂર્ણ થયેલ છે કે થવામાં છે તે અંગે ફરી જાહેરાત આપી પ્રક્રિયા હાથ ધરવી. શહેરના તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે દવા, વેક્‍સીનનો પુરતો જથ્‍થો જાળવી રાખવો, ફૂડના ધંધાર્થીઓને ત્‍યાં ફૂડના નમુના લેવા, ફૂડની ચકાસણી કરવી, ફૂડ લાયસન્‍સ સંબંધી ચકાસણી કરવી, જાહેર રસ્‍તા પરના અસ્‍થાયી દબાણો તાત્‍કાલિક દુર કરાવવા વગેરે બાબતો સંબંધી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી.

આ મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, કાળુભાઈ કુગસિયા, રસિલાબેન સાકરીયા, દિલીપભાઈ લુણાગરિયા, ડો. હાર્દિક ગોહિલ, મંજુબેન કુગસિયા, પરેશભાઈ આર. પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, નરેન્‍દ્રભાઈ ડવ, રૂચીતાબેન જોશી, સંજયસિંહ રાણા, સંદીપ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, કંચનબેન સિધ્‍ધપુરા, નાયબ કમિશનર મનીષ ગુરવાણી, સહાયક કમિશનર સમીર ધડૂક, સિટી એન્‍જીનીયર મનોજ શ્રીવાસ્‍તવ, પરેશ અઢીયા, ભાવેશ જીવાણી, કે.પી. દેથરિયા, ડાયરેક્‍ટર પાર્કસ એન્‍ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, આરોગ્‍ય અધિકારી ડો. જયેશ વંકાણી, પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, મ્‍યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલીઆ, નાયબ પર્યાવરણ ઈજનેર વિરલ ચાવડા, વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬,૧૮ના વોર્ડ એન્‍જીનીયર, રોશની વિભાગના ડેપ્‍યુટી એન્‍જીનીયર, ટી.પી. શાખાના એ.ટી.પી., જે.એન.એન.યુ.આર.એમ. વિભાગના ડેપ્‍યુટી એન્‍જીનીયર અંબેશ દવે, એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી પરબત બારીયા, મેનેજર અને પી.એસ. ટુ મેયર વિપુલ ઘોણીયા, મેનેજર મેહુલ ગાંધી, સૂર્યપ્રતાપસિંહ, ગૌરવ ઠક્કર, ડ્રેનેજ-વોટર વર્કસ વિભાગના ડેપ્‍યુટી એન્‍જીનીયર, એ.એન.સી.ડી.વિભાગના વેટરનરી ઓફિસર ઉપેન્‍દ્ર પટેલ, વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬,૧૮ના બાંધકામ-વોટર વર્કસ-ડ્રેનેજ વિભાગ આસી.એન્‍જીનીયર, વોર્ડ ઓફિસર, ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલા, સેનેટરી ઇન્‍સ્‍પેકટર, સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર, ગાર્ડન સુપરવાઈઝર, ગાર્ડન આસી. વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

 મેયરના મતવિસ્‍તારમાં જ ટીપરવાન ઓછી !

રાજકોટ : મનપા દ્વારા ઇસ્‍ટઝોનની ગઇકાલે બેઠક કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રશ્નોની ૬ વોર્ડના કોર્પોરેટરો દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં મેયર નયનાબેનના મતવિસ્‍તાર એવા વોર્ડ નં.૪ માં ટીપરવાન ઓછી હોવાનું સામે આવ્‍યું હતું.

મ્‍યુનિસિપલ કમિશનરે ઝોન બેઠકમાં આવવાની જરૂર નથી :નયનાબેન પેઢડીયા

રાજકોટઃ ગઈકાલે ઈસ્‍ટ ઝોન કચેરી ખાતે યોજાયેલી કોર્પોરેટરોની સંકલન બેઠકમાં પણ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ગેરહાજર રહ્યા હતા. ગત શનિવારે મળેલી સેન્‍ટ્રલ ઝોનની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ  ે હવે પછીની ઝોન બેઠકમાં મ્‍યુનિસિપલ કમિશનરને હાજર રહેવાની સૂચના આપવા જણાવ્‍યું હતું.

આ ઘટનામાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, ઝોન બેઠકમાં મ્‍યુનિસિપલ કમિશનરને હાજર રહેવું જરૂરી નથી.રાજ્‍યના અન્‍ય કોર્પોરેશનમાં પુછાવાયુ હતું.ત્‍યાં પણ આવી ઝોન મિટિંગમાં ડેપ્‍યુટી કમિશનર જ હાજર રહે છે.અગત્‍યના કામ હોય ત્‍યારે મ્‍યુનિસિપલ કમિશનર આવે જ છે.ઝોન વાઈઝ આવવાની જરૂર નથી. 

(3:41 PM IST)