<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

નચિકેતા સ્‍કૂલ જીવનના મુલ્‍યોનું જ્ઞાન આપવાનું કાર્ય કરે છે : માનસી પારેખ

રાજકોટ : નચિકેતા સ્‍કુલીંગ સિસ્‍ટમના ‘ફ્રેન્‍ડ ઓફ સ્‍કુલ' કાર્યક્રમ અંતર્ગત નચિકેતાના બાળકોએ ગુજરાતી ફિલ્‍મ અને ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી શ્રીમતી માનસી પારેખ પાસેથી જીવનના અનુભવો, સંગીત સાથેનો સંવાદ અને નિર્માતા તરીકે દ્રષ્‍ટિકોણનો અનુભવ મેળવ્‍યો હતો. નચિકેતા સ્‍કુલીંગ સિસ્‍ટમમાં બાળકો માત્ર પુસ્‍તકનું જ્ઞાન જ નહીં, પરંતુ ફ્રેન્‍ડ ઓફ સ્‍કુલના માધ્‍યમથી ખ્‍યાતનામ વ્‍યક્‍તિઓ સાથે મળી જીવનની સાચી પ્રેરણા અને જીવનના જુદા જુદા ક્ષેત્રોની અનુભૂતિ પણ મેળવે છે. માનસી પારેખે વિદ્યાર્થીઓ સાથે તેમના અભિનેત્રી જીવનના અનુભવો, સંગીત સાથેના સંવાદ અને નિર્માતા તરીકે દ્રષ્‍ટિકોણ શેર કર્યા. જેમાં તેમણે અભિવ્‍યક્‍તિની તાકાત, ભાવનાઓને સમજવાની અને બોલવાની કળા તથા મંચ પરના આત્‍મવિશ્વાસ વિષે બાળકોને જ્ઞાન આપેલ. તેમણે શાળા એ માત્ર ભણવાની જગ્‍યા નહીં, પણ જીવનના મૂલ્‍યો શીખવાની જગ્‍યા છે અને નચિકેતા આ કાર્ય ખુબ સરસ રીતે કરી રહી છે. 

(3:39 PM IST)