<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

મનપા હસ્‍તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘બોલેગા બચપન' પ્રોજેક્‍ટ શરૂ

બાળકોની વકતૃત્‍વ શકિત વિકસાવવા પ્રયાસ

રાજકોટ, તા.૧૫: બાળપણમાં બાળકોને બોલવાની, પોતાના વિચારો વ્‍યક્‍ત કરવાની અને ભાષા દ્વારા અભિવ્‍યક્‍તિ કરવાની તક આપવામાં આવે તેમજ લોકો સમક્ષ આત્‍મવિશ્વાસ સાથે બોલવાની ક્ષમતા વિકસે તે હેતુથી રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની સૂચના તથા નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ત્‍ખ્‍લ્‍ના માર્ગદર્શન હેઠળ ‘બોલેગા બચપન પ્રોજેક્‍ટ'નો શુભારંભ આજ તા.૧૫/ના રોજ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની શાળા નં.૩૨થી કરવામાં આવ્‍યો.

આ પ્રોજેક્‍ટથી વિદ્યાર્થીઓમાં સામાન્‍ય જ્ઞાન, વિચારી શકવાની કાબેલીયત અને અભિવ્‍યક્‍તિ શક્‍તિ જેવી મહત્‍વપૂર્ણ કુશળતાઓનો વિકાસ થશે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત તમામ શાળાના અંદાજે ૩૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવાશે. જેના થકી બાળકોમાં ભાષા અને શબ્‍દભંડોળનો વિકાસ થશે તેમજ વિષયવસ્‍તુ અંગે ચિંતન શક્‍તિમાં વધારો થશે. જેમાં વિદ્યાર્થીઓ તેના મનપસંદ વિષય અને  ભાષામાં વક્‍તવ્‍ય આપશે. પોતાના વિચારો મૌલિકતાથી રજૂ કરી બાળકો પોનાની લાગણીઓ, વિચારો અને અભિપ્રાયો સ્‍પષ્ટપણે રજૂ કરવાનું શીખશે. આ પ્રોજેક્‍ટથી બાળકોની શ્રવણ શક્‍તિ અને સમજ શક્‍તિમાં વધારો થશે.

ચર્ચા અને પ્રવળત્તિમાં ભાગ લેવાથી બાળકોમાં લીડરશીપ ગુણોનો વિકાસ થશે તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ભાવના ઉત્‍પન્ન થશે. બોલેગા બચપન બાળકના સર્વાંગી વિકાસ માટે મહત્‍વપૂર્ણ છે - તે ભાષા, આત્‍મવિશ્વાસ, વિચારશક્‍તિ અને નેતળત્‍વ જેવા ગુણોનું બાલ્‍યવસ્‍થાથી જ સિંચન કરવાનું કાર્ય કરશે.

(3:37 PM IST)