તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
રાજકોટ શહેર જીલ્લામાં ર૬ પૂલ નબળા તથા ૧ પૂલ ક્રિટિકલ સ્થિતિમાં: ૪૯પ બ્રીજની તપાસ
૩૭૭ સારી સ્થિતીમાં: કુલ પ૯ પૂલનું અધિકારીઓ દ્વારા ખાલી ઇન્સ્પેકશન

રાજકોટઃતા.૧પ રાજયભરમાં માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા તેમજ પુલોનું નિરીક્ષણ તેમજ જરૂરી મરામત કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટર શ્રી ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તકેદારીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પણ પુલોની ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં આવેલા ૪૯૫ બ્રિજમાંથી ૩૭૭ સારી અને ૯૧ યોગ્ય સ્થિતિમાં જણાયા હતા. જયારે ૨૬ બ્રિજ નબળા અને ૧ ક્રિટિકલ સ્થિતિમાં હોવાનું જણાયું છે. આ ૨૭ સહિતના અન્ય મળી કુલ ૫૯ બ્રીજનું જિલ્લા કલેકટરશ્રી, નાયબ કલેકટરશ્રીઓ, કાર્યપાલક ઇજનેરશ્રીઓ, એજન્સીઓ દ્વારા વિશેષ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ચકાસણી બાદ કલેક્ટરશ્રી દ્વારા નેશનલ હાઇવે પર આવેલ ધોરાજી- જામકંડોરણા રોડ પરના ભાદર નદી પરનો બ્રિજ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જામકંડોરણા-ખારચિયા રોડ પરનો માઇનોર બ્રિજ, ઉપલેટા-કોલકી-પાનેલી રોડ પરનો મેજર બ્રિજ તેમજ સુપેડી - જામટીંબડી બ્રિજને ભારે તથા ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
આ ૪ બ્રિજ પર ટુ-વ્હીલર, થ્રી તેમજ ફોર વ્હીલર પ્રકારનો વાહન વ્યવહાર યથાવત રહેશે. આ સાથે જ આર.એન.બી., નેશનલ હાઈવે ઓથોરિટી અને રૂડા સહિતની તમામ સંસ્થાઓને બ્રિજ સ્ટ્રેન્થનીંગ માટે પણ જરૂરી પગલાં લેવા સાથેની કામગીરી માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે બ્રિજ પર પોલીસ દ્વારા પણ તકેદારી રાખી લોકોની સુરક્ષા સુનિヘતિ કરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.
(3:20 PM IST)










