News of Tuesday, 15th July 2025
સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટરની આકરી કાર્યવાહીઃ રાજકોટ તથા અમદાવાદની પાર્ટીને ૩ાા કરોડનો દંડ ફટકાર્યો
અમદાવાદની નીવા ઇન્ફ્રાસ્ટ્રકચર ઝપટેઃ બીજા આસામીએ સબ પ્લોટીંગ સ્ટેમ્પ ડયુટી ઓછી દેખાડી

રાજકોટ તા.૧૫: સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેક્ટરે સ્ટેમ્પ ડયુટીની ચોરીના બે કેસમાં આસામીઓને અત્યાર સુધીનો સર્વાધિક ૩.૫૭કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, અમદાવાદની પેઢીને રૂ.૨.૧૫ કરોડનો અને રાજકોટના આસામીને રૂ.૧.૬ કરોડનો દંડ ફટકારતો ચૂકાદો આપવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.
રાજકોટના વોર્ડ નં.૯માં ૧૨,૪૫૯.૧૫ ચોરસ મીટરનો વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ તેમાં બેકબોન એન્ટરપ્રાઈઝ લી. અને અમદાવાદની નીવા ઈન્ફાસ્ટ્રકચર પ્રા.લી. વચ્ચે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ડેવલમેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું,જેમાં સરકાર દ્વારા નક્કિ કરવામાં આવેલ પ્રતિ ચો.મી.ના રૂ.૧૦,૨૩૭ ધ્યાને લેતા કામચલાઉ બજાર કિંમત ૩૫,૮૮,૦૫,૫૩૮ થાય છે તેમાં ૩૫,૮૮,૦૫૬ સ્ટેમ્પ ડ્યુટી વાપરવા પાત્ર થાય છે. તેમાં વાપરવામાં આવેલ રૂ.૧૦૦ની સ્ટેમ્પ ડ્યુટી બાદ ગણતા ક્રમી સ્ટેમ્પ ડયુટી ૩૫,૮૭,૯૫૬ છે. આ કેસમાં નાયબ કલેક્ટરે કમી સ્ટેમ્પ ડયુટી, દંડ મળી કુલ ૨,૧૫,૨૭,૭૩૯નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. ઉપરાંત શહેરના દક્ષિણ વિસ્તારના સર્વે નં.૨૬૯ માં ૧૫૧૮.૨૩ ચોરસ મીટરનો રૂ.૪,૫૮,૮૫,૦૦૦નો વેંચાણ દસ્તાવેજ અને ૨૩,૮૦,૭૦૦ની સ્ટેમ્પ ડયુટી વાપરેલ હતી.
આ કેસમાં ખરીદનાર ધીરેન નાગજીભાઈ પટેલ, વેચનાર ઈલાબેન નાગજીભાઈ પટેલ વા-ઓ. રાજેન્દ્ર હિરપરા, દીલીપ નાગજીભાઈ પટેલ તથા સ્વ.નાગજીભાઈ મનજીભાઈ પટેલના હેરશીપ સર્ટિફિકેટની રૂએ અધિક નોંધણી સર નિરીક્ષક દ્વારા ૧૮ ડિસેમ્બર ૨૦૨૪માં સ્થળ તપાસ કરવામાં -આવતા વધુ બાંધકામ મળી આવતા રૂ.૫૨,૫૨,૧૫૪ની સ્ટેમ્પ ડયુટી ઓછી વાપરવામાં આવી હોવાનું માલુમ પડતા આસામીઓને કમી સ્ટેમ્પ ડ્યુટી, ૩ ટકાનો દંડ મળી કુલ રૂ.૧,૦૬,૬૧,૮૭૩નો ફટકારવામાં આવ્યો છે.(૨.૧૭)
(2:53 PM IST)










