તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
પુર્વ ઉપકુલપતિ વિજય દેસાણીનો તબિબ પુત્ર ડો. જીગર કારમાંથી દારૂ પીધેલ પકડાયો
એ-ડિવીઝન પોલીસ દ્વારા હેમુ ગઢવી હોલ પાછળના રસ્તે કાર્યવાહી

રાજકોટ તા. ૧૫: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ ઉપકુલપતિનો પુત્ર હેમુ ગઢવી નાટય ગૃહ પાછળના રસ્તા પર પોતાની કારમા દારૂ પીને બેઠેલ હોઇ પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી.
જાણવા મળ્યા મુજબ એ-ડિવીઝનના કોન્સ. વી. બી. ડાભી, હોમગાર્ડ જય નિમાવત સહિતના વહેલી સવારે પોણા ચારેક વાગ્યે પીસીઆર વેનમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેમુ ગઢવી હોલ પાછળના નાલાના ભાગે વરના કાર જીજે૧૨ડીજી-૮૫૭૪ શંકાસ્પદ હાલતમાં ઉભેલી દેખાતાં પોલીસે ત્યાં જઇ તપાસ કરતાં ડ્રાઇવર સીટ પર બેઠેલ શખ્સે દારૂ પીધાનું જણાતાં તેને બહાર કાઢી પુછતાછ કરતાં પોતાનું નામ ડો. જીગર વિજયભાઇ દેસાણી (ઉ.વ.૩૩-રહે. સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ પાછળ આલાપ હેરીટેજ એ-૬) જણાવ્યું હતું. તેમજ પોતે એઇમ્સમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું.
પોલીસે તેની સામે દારૂ પીવાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી. જો કે તપાસ થતાં ખુલ્યુ ંહતું કે ડો. જીગર દેસાણી હાલમાં એઇમ્સમાં નથી. અગાઉ તે કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરી ચુક્યો છે. એએસઆઇ આર. જી. ચોૈહાણે વધુ કાર્યવાહી કરી હતી. (૧૪.૧૧)
(2:51 PM IST)










