તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 13th July 2025
જંકશન પ્લોટ ગેબનશા પીરની દરગાહ પાસેથી કારમાં ગાંજા સાથે રૂખડીયાપરાના અફઝલ બાનવાને એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે દબોચ્યોઃ એએસઆઇ જે. વી. ગોહિલ, શક્તિસિંહ ગોહિલની બાતમી
પ્ર.નગર ઇન્ચાર્જ પીઆઇ બી. વી. બોરીસાગર પણ સાથે જોડાયા

રાજકોટઃ શહેરમાં માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. એલસીબી ઝોન-૨ ટીમે બાતમી પરથી જંકશન પ્લોટ ગેબનશાપીર દરગાહ પાસેથી ઇકો કાર જીજે૧૧સીડી-૨૩૨૪માં ગાંજો લઇને નીકળેલા શખ્સને પકડી લીધો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલને બાતમી મળતાં વોચ રાખી ઇકોને આંતરી લેવાઇ હતી. તેમાં તપાસ કરતાં રૂા. ૨૪૩૯૦નો ૨.૪૩૯ કિ.ગ્રા. ગાંજો મળી આવતાં કારચાલક અફઝલ આલુશા બાનવા (ઉ.વ.૨૪-રહે. રૂખડીયા કોલોની હનુમાનજી મંદિર સામે મદ્રાસી ખાડામાં)ની ધરપકડ કરી કાર, ગાંજો, મોબાઇલ, રોકડા મળી રૂા. ૩,૩૮,૨૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદીપસિંહ રાણા, એસઓજીના મોૈલિકભાઇ સાવલીયા અને પ્ર.નગર ઇન્ચાર્જ પીઆઇ બી. વી. બોરીસાગર સહિતની ટીમે આ કામગીરી કરી હતી. ઝડપાયેલો અફઝલ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તે ગાંજો વેંચવા માટે લાવ્યાનું રટણ કર્યુ હતું.
(12:00 PM IST)










