News of Saturday, 12th July 2025
એકલવાયા જીવનથી કંટાળી નવલનગરના મહેશભાઇ શાહનો ઉધઇની દવા પી આપઘાત
એકાવન વર્ષિય પ્રોૈઢ રેંકડીમાં મસાલાની ફેરી કરી ગુજરાન ચલાવતા હતાં

રાજકોટ તા. ૧૨: મવડી પ્લોટ નવલનગર-૩ કૃષ્ણનગર મેઇન રોડ પર શેરી નં. ૧૬માં રહેતાં મહેશભાઇ વલ્લભદાસ શાહ (ઉ.વ.૫૧)એ ગત ૩/૭ના રોજ ઘરે ઉધઇ મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. અહિ આજે મૃત્યુ થતાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મહેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. હાલમાં તેઓ એકલા રહેતાં હતાં અને રેંકડીમાં મસાલાની ફેરી કરી ગુજરાન ચલાવતાં હતાં. એકલવાયા જીવનથી કંટાળીને આ પગલુ ભર્યુ હતું.
બેભાન હાલતમાં કંચનબેન અને કલ્પેશભાઇના મૃત્યુ
મનહરપ્લોટ-૯માં રહેતાં કંચનબેન હેમતલાલ ઘઘડા (ઉ.વ.૮૦) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તે બિમાર રહેતાં હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકી દ્વારા માલવીયાનગર પોલીસને કરાઇ હતી.
જ્યારે મોરબી રોડ પર રહેતાં કલ્પેશભાઇ મોહનભાઇ ઠુમ્મર (ઉ.વ.૪૬)ને કેન્સરની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.
(4:00 PM IST)










