<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

આ..લે..લે..કોઠારિયા ટીપી ૩૮-૩૯માં થશે ફેર વિચારણા

પાંચ વર્ષ પહેલા ડ્રાફટ તૈયાર કરેલ સરકારમાં મોકલેલ જે મંજુર કર્યા બાદ અનેક વિસંગતતાઓ બહાર આવતા સરકારે બે ટીપીઓની નિમણુંક કરવા સૂચના આપી

 રાજકોટ તા. ૧૨: શહેરના વિકાસ વધતા વસ્‍તી વધારાના કારણે રોડ રસ્‍તા તેમજ નવા વિકાસમાં જરૂરિયાત દિવસે દિવસે વધી રહી છે જેના લિધે નવી ટીપી સ્‍કીમોના ડ્રાફ્‌ટ તૈયાર થવા લાગ્‍યા છે. પરંતુ રોડ રસ્‍તા અને સાર્વજનિક પ્‍લોટ મુદ્દે અનેક વખત જમીન ધારકોને અન્‍યાય થયાની કાગારોળ ઉઠી છે. જેમાં હવે કોઠારિયા ટીપી સ્‍કીમ ૩૮ અને ૩૯નો ડ્રાફ્‌ટ તાત્‍કાલીક ટીપીઓ સાગઠિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ અને ડ્રાફ્‌ટ સરકારમાં રજૂ થતાં ગત તા. ૨ ના રોજ સરકારે ડ્રાફ્‌ટ મંજુર કર્યો હતો. પરંતુ આ બન્ને ટીપી સ્‍કીમોમાં જે તે વખતે અનેક ફરિયાદો ઉઠી હતી. 

આ મુદ્દે સરકારમાં રજૂઆત થયેલ પાંચ વર્ષ પહેલા તૈયાર થયેલ ડ્રાફ્‌ટને હવે મંજુરી આપ્‍યા બાદ સરકારે કોઠારિયા ટીપી સ્‍કીમ નં. ૩૮ અને ૩૯ને આગળ ધપાવી બન્ને ટીપી સ્‍કીમમાં ટીપીઓની નિયુક્‍ત કરવા સુચના આપી હોવાનું સુત્રોએ જણાવ્‍યું છે.

શહેરમાં નવા ભળેલા કોઠારિયા વિસ્‍તારમાં પાંચ વર્ષ પહેલા ટીપી સ્‍કીમ નં. ૩૮ અને ૩૯નો ડ્રાફ્‌ટ તત્‍કાલીન ટીપીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ તેમને લીધેલા કેટલાક નિર્ણયોમાં વિવાદ ઉભો થયો હતો અને જમીન ધારકોએ આ મુદ્દે રજૂઆત પણ કરેલ આ તમામ મુદ્દો સરકારમાં રજૂ થતાં અંતે સરકારે આ ટીપી સ્‍કીમને આગળ ધપાવી મંજુર કરવાનો નિર્ણય લીધો છે. જેના લીધે પાંચ વર્ષ પહેલા તૈયાર કરાયેલી કોઠારિયા ટીપી સ્‍કીમ નં. ૩૮ અને ૩૯માં કેટલાક સુધારા કરી આ ટીપી સ્‍કીમને આખરી કરવા માટે સરકારે બન્ને ટીપી સ્‍કીમમાં એક એક ટીપીઓની નિમણુંક કરવાની સુચના આપી છે.

 કોઠારિયાની બન્ને ટીપી સ્‍કીમ નંબર ૩૮ અને ૩૯ ફાયનલ થતાં મનપાને અર્બન ફોરેસ્‍ટ માટે વધારાની જમીન તેમજ અનેક પ્રોજેક્‍ટો માટેના અસંખ્‍ય પ્‍લોટ ઉપલબ્‍ધ  થશે. સરકાર દ્વારા રસ્‍તા અને કપાત અંગે પણ જરૂરી ફેર વિચારણા સુનાવણી બાદ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

(4:08 PM IST)