તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે જનહિતની શ્રેષ્ઠતા છેઃ કુંવરજીભાઈ
ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ૫૨૯ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ કીટ, NFSA હુકમ પત્ર અને રેશનકાર્ડનું વિતરણઃ જીલ્લામાં ૮૬.૭૮% E-KYC પૂર્ણ

રાજકોટ, તા.૧૨: રાજ્યના પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વળદ્ધ, દિવ્યાંગ સહાય મેળવતા લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ કીટ, NFSA હુકમ પત્ર અને રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને રાજકોટ જિલ્લાના ૫૨૯ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.
રાજકોટના આત્મીય યુનિવર્સિટી ઓડીટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકના મહત્વપૂર્ણ અધિકાર - ખોરાકની સુરક્ષાને સુનિヘતિ કરવા માટે સમર્પિત છે. ગુજરાત સરકારનું અન્ન સંતળપ્તિકરણ અભિયાન રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના માધ્યમથી ગરીબ અને નબળા વર્ગના લોકો સુધી પોષણયુક્ત ખોરાક પહોંચાડવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ છે.
મંત્રી શ્રી બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આહાર, આવાસ અને આરોગ્ય થકી ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ કરવાનો સંકલ્પ યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. પ્રજા વત્સલ પ્રધાનમંત્રીશ્રીએ હંમેશા ભુખ્યાને ભોજન મળી રહે અને દરેક જરૂરીયાતમંદ નાગરિકને નિઃશુલ્ક પોષણક્ષમ અનાજ મળી રહે તેની સતત ચિંતા કરી છે. તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરતમાં અન્ન સુરક્ષા સંતળપ્તિકરણ અભિયાન હેઠળ સુરતનાં બે લાખથી વધુ લાભાર્થીઓને ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' નાં વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે રાજકોટ જિલ્લામાં થયેલી કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, એન.એફ.એસ.એ. ૨૦૧૩ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની કુલ ૭૧૫ દુકાનો આવેલ છે ત્યાંથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિના મુલ્યે, સમયસર રીતે રાજકોટ જિલ્લામાં કુલ-૭૧૫ વાજબી ભાવની દુકાનેથી દર માસે અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ તથા આવશ્યક ચીજવસ્તુઓનું સરકારની જોગવાઈ મુજબ વિનામૂલ્યે તથા રાહત ભાવથી વિતરણ સમયસર, સુચારૂ અને સુદ્રઢ રીતે થાય છે. રાજકોટ જિલ્લામાં ૮૬.૧૮% N.F.S.A.રેશનકાર્ડ ધારકોનાં e-KYC કરવા અંગેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ડૉ દર્શિતાબેન શાહ, અન્ન અને પુરવઠા વિભાગના સંયુક્ત નિયામક શ્રી ચેતન ગાંધી, પુરવઠા અધિકારી શ્રી વિમલ ચક્રવર્તી સહિતના અધિકારીઓ કર્મચારીઓ તથા લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
(3:00 PM IST)










