<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઇન્‍સ્‍ટિટયુશન્‍સ ઇનોવેશન કાઉન્‍સિલ દ્વારા ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ

તા.૧૪થી પાચ દિવસીય કાર્યક્રમનુ ઉદઘાટન કુલપતિ પ્રો.ડો.ઉત્‍પલ જોશીના હસ્‍તે કરવામાં આવશેઃ નિષ્‍ણાંતો દ્વારા ફાઇનાન્‍સ ફોર સ્‍ટાર્ટઅપ અને ગો-ટુ-માર્કેટ સ્‍ટ્રેટેજી સહિતના મુદ્દા પર માર્ગદર્શન આપવામા આવશે

રાજકોટ, તા.૧૨: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઇન્‍સ્‍ટિટયુશન્‍સ ઇનોવેશન કાઉન્‍સિલ (IIC) દ્વારા સતત વિદ્યાર્થીઓની નવીનતા અને સ્‍ટાર્ટઅપ સાહસોને પ્રોત્‍સાહન મળી રહે તે માટે કાર્યક્રમનુ આયોજન કરવામા આવતુ હોય છે. જેના ભાગ રુપે તા.૧૪થી ૧૮ જુલાઇ પાચ દિવસ ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ ઇનોવેશન એન્‍ડ એન્‍ટરપ્રીન્‍યોરશીપનુ આયોજન કરવામા આવ્‍યુ છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની સંસ્‍થા ઇન્‍સ્‍ટિટયુશન્‍સ ઇનોવેશન કાઉન્‍સિલ (IIC) દ્વારા પાંચ દિવસીય ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ ઇનોવેશન એન્‍ડ એન્‍ટરપ્રીન્‍યોરશીપનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેનુ ઉદધાટન તા.૧૪મીને સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે આર્ટ ગેલેરી, સ્‍ટેટેસટીક ભવન ખાતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ઉત્‍પલ જોષીના હસ્‍તે કરવામાં આવશે. આ તકે અતિથિ વિશેષ તરીકે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના રજીસ્‍ટાર ડો.રમેશ પરમાર પણ ઉપસ્‍થિત રહેશે.

ઇન્‍સ્‍ટિટયુશન્‍સ ઇનોવેશન કાઉન્‍સિલ (IIC)ના પ્રેસિડેન્‍ટ અને કાર્યક્રમના કો-ઓડિનેટર ડો.રંજનબેન ખૂટે જણાવ્‍યુ કે પાચ દિવસ ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ ઇનોવેશન એન્‍ડ એન્‍ટરપ્રીન્‍યોરશીપનું આયોજન કરવાનો હેતુ એ છે કે ફેકલ્‍ટી અને ઇન્‍કયુબેશન મેનેજરોને વિદ્યાર્થીઓની નવીનતાઓ અને સ્‍ટાર્ટઅપ સાહસોને ટેકો આપવા અને માર્ગદર્શન આપવા માટે જરૂરી સાધનો, તકનીકો અને માર્ગદર્શન ક્ષમતાઓથી સજ્જ કરવા. આ ૫ દિવસીય કાર્યક્રમમાં નિષ્‍ણાતો દ્વારા ઉદ્યોગ સાહસિક માનસિકતા વિકાસ, સર્જનાત્‍મકતા, વિચાર અને સમસ્‍યાનુ નિરાકરણ, ગ્રાહક શોધ અને મૂલ્‍ય પ્રસ્‍તાવ, બિઝનેસ મોડેલ કેનવાસ અને લીન સ્‍ટાર્ટઅપ, ફાઇનાન્‍સ ફોર સ્‍ટાર્ટઅપ અને ગો-ટુ-માર્કેટ સ્‍ટ્રેટેજી, કેમ્‍પસ ઇનોવેશન ઇકોસિસ્‍ટમ અને પ્રી-ઇન્‍કયુબેશન મુદ્દા પર ચર્ચા કરવામા આવશે. આ કાર્યક્રમમા વિજ્ઞાન, વાણિજ્‍ય, કલા, એન્‍જિનિયરિંગ વગેરે ફેકલ્‍ટીના લોકોએ ભાગ લીધો છે. 

આ ઇનોવેશન એન્‍ડ એન્‍ટરપ્રીન્‍યોરશીપ ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ઇન્‍સ્‍ટિટયુશન્‍સ ઇનોવેશન કાઉન્‍સિલ (ત્‍ત્‍ઘ્‍)ના પ્રેસિડેન્‍ટ અને કાર્યક્રમના કો-ઓડિનેટર ડો.રંજનબેન ખૂંટ, પાર્થ સેજપાલ સહિત ઇન્‍સ્‍ટિટયુશન્‍સ ઇનોવેશન કાઉન્‍સિલના સભ્‍યો મહેનત કરી રહયા છે.

(4:12 PM IST)