<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

કાલે રવિવારે ‘કહી ન કહી કોઈ હૈ - પરિવાર પરિચય મિલનઃ દશનામ ગોસ્‍વામી ક્રિએટીવ ગ્રુપનું આયોજન

હાઈલી એજ્‍યુકેટેડ પસંદગી મેળોઃ ૧૦૦ ઉમેદવારો ભાગ લેશે

રાજકોટઃ દશનામ ગોસ્‍વામી સમાજનાં સમગ્ર દેશ-વિદેશમાં વસતા હાઇલી એજ્‍યુકેટેડ તથા ગ્રેજ્‍યુએટ યુવાનો અને યુવતિઓને પોતાના માટે સંયુક્‍ત શિક્ષા પ્રાપ્‍ત કરેલ યોગ્‍ય જીવનસાથી પસંદ કરવાના મહાયજ્ઞ પ્રયાસરૂપે ૨૫માં વર્ષે શ્રી દશનામ ગોસ્‍વામી ક્રિએટીવ ગ્રુપ- રાજકોટ દ્વારા આયોજન પામતા કાર્યક્રમ ‘કહીં ન કહીં કોઈ હૈ - પરીવાર પરિચય મિલન-૨૦૨૫ તા.૧૩ રવિવાર, હેમુ ગઢવી હોલ ખાતે બપોરે ૧:૩૦ કલાકથી આયોજન થયું છે.

આ પ્રસંગે ગોસ્‍વામી સમાજના ‘‘દશનામ શિરોમણી સન્‍માન-૨૦૨૫'' એવોર્ડ મહેન્‍દ્રગિરી કરશનગિરી ગોસ્‍વામી-રાજકોટ, ધમેન્‍દ્રગિરી લાલગિરી ગોસ્‍વામી અમરેલી, તથા કૃષ્‍ણગિરી ગોસ્‍વામી (કાનાભાઈ) લિંબડીને એનાવત થશે.

આ સમારોહનાં અધ્‍યક્ષ સ્‍થાને પ્રેમગિરી ગોસ્‍વામી-રાજકોટ તથા પ્રમુખસ્‍થાને ચીમનપુરી-અમદાવાદ તથા ઉપાધ્‍યક્ષ પદે મનસુખપુરી-ભાવનગર, પ્રહલાદવા-ગાંધીનગર, મહંતશ્રી દોલતપુરી-પાલનપુર રોહિતપુરી તેમજ વ્‍યક્‍તિ વિશેષ અતિથિપદે હરેશભારથી-અમદાવાદ તથા એડવોકેટ કલ્‍પેશગીરી-ભુજ તથા મમતાબેન મહેન્‍દ્રગીરી-ભાવનગર રહેશે.

અશોકગિરી-કડી, પ્રતાપગિરી-ગોંડલ, બાલુપુરી-ગોંડલ, બાલુપુરી-મહેસાણા, રાજુપુરી-બારવા, જયદેવગિરી-ભાવનગર, હેમેન્‍દ્રગિરી-જામનગર, પ્રો.રાજેશગિરી-મુંબઈ, અરવિંદગિરી-જેતપુર, એડવોકેટ હિતેન્‍દ્રપુરી-સુરત તથા મનિષગિરી-જુનાગઢ, પ્રફુલગિરી, ડો.મનિષગિરી, રમેશગિરી-ખેરડી, રાજેશગિરી પ્રેમગીરી હિતેશગિરી, પ્રવિણપુરી, મનોજગિરી મેઘનાથી, હસુબાપુ, દિનેશગિરી, મહંત જગદીશગિરી તથા વાય.કે.ગોસ્‍વામી ઉપસ્‍થિત રહેશે.

સમારોહને સફળ બનાવવા ક્રિએટિવ ગ્રુપનાં ફાઉન્‍ડર પ્રેસિડન્‍ટ નિલેશપુરી ગોસ્‍વામી, પ્રમુખ-ગિરીબાપુ તથા મહેશપુરી, અતુલગિરી, રાજગિરી, કલ્‍પેશગિરી, દેવાંગગિરી, સાગરગિરી, કાવ્‍યાનિલપુરી તેમજ લેડીઝ ક્‍લબનાં કલ્‍પનાબેન, શિલ્‍પાબેન, ગીતાબેન, સરોજબેન, પલ્‍વીબેન, તેજલબેન, ઉર્વશીબેન, શ્રધ્‍ધાબેન, દિપ્‍તીબેન, પ્રજ્ઞાબેન, રવિશાબેન, ઉષાબેન, ભાર્ગવીબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:54 PM IST)