તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
ન્યુ ખોડીયાર સોસાયટીમાં નિરાલીબેન મકવાણાની આત્મહત્યાઃ અઢી વર્ષ પહેલા લવમેરેજ કર્યા'તા
પતિ બહારથી ઘરે આવ્યા ત્યારે પત્નિ લટકતી મળીઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૧૨: કોઠારીયા રોડ પર વિરાટનગર પાસે ન્યુ ખોડિયાર સોસાયટી-૨માં રહેતી બાવીસ ચોવીસ વર્ષિય પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવતિએ અઢી વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતાં.
જાણવા મળ્યા મુજબ ન્યુ ખોડીયાર સોસાયટી-૨માં નાલંદા વિદ્યાલયની બાજુમાં રહેતી નિરાલીબેન નિરજભાઇ મકવાણા (ઉ.વ.૨૪) નામની પરિણીતાએ સાંજે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબ કિશનભાઇ મહેતાએ તેણીને નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ એચ. કે. રાવલે જાણ કરતાં ભક્તિનગરના પીએસઆઇ બી. આર. પરમારે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર નિરાલીબેનના પિતા નજીકની શેરીમાં જ રહે છે. તેમનું નામ રતિલાલ ત્રિભોવનભાઇ પરમાર-દરજી છે. નિરાલીબેનના પતિ નિરજભાઇ મકવાણા-લુહાર ફર્નિચરનું કામ કરે છે. બંનેએ અઢી વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતાં. અહિ બંને એકલા જ રહેતાં હતાં. પતિ બહાર હોઇ તે બહારથી સાંજે ઘરે આવ્યા ત્યારે પત્નિ લટકતી હાલતમાં મળ્યા હતાં. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ અંતિમવિધી બાદ પોલીસ વિશેષ કાર્યવાહી કરશે. આ બનાવથી સ્વજનોમાં શોક વ્યાપી ગયો હતો
(2:59 PM IST)










