તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
પડધરી ખુન કેસના આરોપીની ચાર્જશીટ બાદ જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા.૧૨: પડધરી ખુન કેસના આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી સેશન્સ કોર્ટ ફગાવી દીધી હતી.
આજથી એકાદ વર્ષ પહેલા ફરીયાદી ખુશાલ હમીર મેરિયાના મોટાભાઈ જયદીપભાઈ હમીરભાઈ મેરીયાનું ખુન થયેલ હોય અને ઈશ્વરીયાના ખંભાળા તાલુકા ૫ડઘરીમાં ફરીયાદીના ભાઈની કોઈએ ખુન કરી નાંખેલ હોય અને તપાસ કરતા ધોકળીયા ગામના ગોવીદભાઈ પ્રેમજીભાઈ મુછડીયા તથા તેમ નાનો ભાઈ મનસુખ પ્રેમજીભાઈ મુછડીયા, રસીક સ/ઓ મનસુખ પ્રેમજીભાઈ મુછડીયા તથા ગોવિંદભાઈના પત્નિ કંચનબેન મુછડીયાએ ફરીયાદીના ભાઈને લાકડી તથા પાઈપ હથિયારથી શરીરે આડેધડ માર મારી તેનુ ખુન કરી નાંખેલ હોય. પડઘરી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પી. એસ.આઈ.જી. જે. ઝાલાએ આરોપીઓની ઘ૨ ૫કડ કરી જેલ હવાલે કરેલ હતા. જેથી તેણીએ જામીનપર છુટવા અરજી કરી હતી.
આ કામે સરકાર તરફે એ.જી.પી. બિનલબેન રવેશીયા તથા મુળ ફરીયાદી તરફે એડવોકેટ કલ્પેશભાઈ નસીત દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આરોપીઓએ તિક્ષ્ણ હથીયારથી એકબીજાની મદદગારી કરી મરણજનારનું મોત નીપજાવેલ હોય. આરોપી તથા આ કેસના અન્ય આરોપીઓ એક જ કુંટુંબના સભ્યો છે અને તમામ સભ્યોનો હેતુ મળતકનુ ખુન કરવાનો હતો. આરોપીએ ગુનામાં સક્રિયપણે ભાગ ભજવેલ છે. આરોપીનું નામ પ્રથમથી જ એફ.આઈ.આર.માં દર્શાવેલ છે. આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ જામીન અરજી વિથ ડ્રો કરેલ હોય જે હકિકત પણ નામદાર સેશન્સ કોર્ટમાં છુપાવેલ છે. આ સાથે રજુ થયેલ દસ્તાવેજી પુરાવા, સેશન્સ કોર્ટને રેકર્ડ આરોપીઓએ એકબીજાની નવલોહીયા યુવાનની હત્યા કરી નાંખેલ હોય. આરોપીની અરજી નામંજુર કરવા સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી આરોપીની જામીન અરજી નામંજુર કરવા દલીલો કરેલ હતી.
આરોપીએ ચાર્જશીટ બાદ અગાઉ જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી પણ નામદાર સેશન્સ અદાલત દ્વારા ગુણદોષ ઉપર નામંજુર કરેલ હતી. ત્યારબાદ કોઈ નવા સંજોગો બદલાયેલા નથી. આરોપીની દીકરી સાથે મરણજનારને પ્રેમસંબંધ હોય જેની અદાવત રાખીને આરોપીઓએ તિક્ષ્ણ હથિયારો સાથે મારે મારી મરણજનારનું મોત નીપજાવેલ છે. બનાવનું સ્વરૂપ ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ આરોપીનો ગુનામાં રોલ વિગેરે તમામ હકિકતોને ઘ્યાને લઈને આરોપી કંચનબેન ગોવિંદભાઈ મુછડીયાની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ એડી. સેશન્સ જજ શ્રી પુરાણીએ કરેલ હતો.
આ કેસમાં મુળ ફરીયાદી તરફે પટેલ લો ફોર્મના ધારાશાષાી દીલીપભાઈ પટેલ, કલ્પેશભાઈ નસીત, નૈમિષભાઈ જોષી, અનિતા રાજવંશી તથા આસીસ્ટન્ટ તરીકે ઈશા કણઝારીયા રોકાયેલ હતા.
(2:29 PM IST)










