<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

આંબેડકરનગરના વિકાસ જનરલ સ્‍ટોરમાંથી નશાયુકત ગોળીનો દોઢ લાખનો જથ્‍થો ઝડપાયો

એસઓજીની ડ્રાઇવ અંતર્ગત ક્રાઇમ બ્રાન્‍ચની કાર્યવાહી

રાજકોટ, તા., ૧૦: ગઇકાલે સમગ્ર રાજયમાં નશાયુકત પદાર્થોને ઝડપી લેવા હાથ ધરવામાં આવેલી દરોડા અને છાનબીનની કાર્યવાહી દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચે મળેલી બાતમીના આધારે આંબેડકરનગરના વિકાસ જનરલ સ્‍ટોરમાંથી સાઇ મધુમુન્નકા નામની નશાયુકત ગોળી ૧૪ કિલો ૬૮પ ગ્રામ જેની કિંમત ૧,૪૬,૮પ૦ આંકી કબ્‍જે કરવામાં આવી હતી.

નશાયુકત ગોળીઓનો ગેરકાયદે જથ્‍થો રાખનાર દુકાનદાર રામજીભગત રાજેશ્વરપ્રસાદ માલી (ઉ.વ.પ૧) (રહે. જલજીત સોસાયટી, શેરી નં. ર, અક્ષર મેડીકલની બાજુમાં, ગોકુલધામ રાજકોટ, મૂળ વતન ફર્નાગામ, તા. બડાહારા, જી.આરા(બિહાર)ને ઝડપી લેવાયો હતો. ઉપરોકત બાતમી પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ અર્જુનભાઇ ડવ અને પોલીસ કોન્‍સ્‍ટેબલ ગોપાલભાઇ પાટીલને મળી હતી. તેના આધારે પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ અને પીએસઆઇ એ.એન.પરમારની ટીમના હિતેન્‍દ્રસિંહ ઝાલા, ઘનશ્‍યામભાઇ મેણીયા, હરસુખભાઇ સબાડ, મયુરધ્‍વજસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ચુડાસમા સહિતના સ્‍ટાફે કરી હતી.

(4:21 PM IST)