તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
રાજકોટ શહેર વાલ્મિકી સમાજના પ્રમુખ માટેની ચુંટણી ૨૦ જુલાઇના યોજાશે
ઉમેદવારોની નામાવલી અને તેમને ફાળવાયેલ ચિન્હોની યાદી જાહેર

રાજકોટ તા. ૧૦ : શહેર વાલ્મિકી સમાજ ચુંટણી કમીટીની યાદીમાં જણાવાયુ છે કે તા. ૨૦-૭-૨૦૨૫ ના રવિવારે યોજાનાર રાજકોટ શહેર વાલ્મિકી સમાજના પ્રમુખની ચુંટણી માટે ચુંટણી કમિશ્નર અને કમીટીએ ઉમેદવારોના નામોની યાદી તેમને ફાળવાયેલ ચિન્હ સાથે જાહેર કરેલ છે.
જે મુજબ પ્રવિણભાઇ બાબુભાઇ વાઘેલાને સાથિયાનું ચિન્હ, હિરાભાઇ શંકરભાઇ ઘાવરીને દિવાનું ચિન્હ, કમલેશભાઇ માધુભાઇ ઝાલાને ઉગતા સુરજનું ચિન્હ, મુકેશભાઇ શામજીભાઇ પરમારને સિંહનું ચિન્હ, સુનિલભાઇ નાથાભાઇ ગોરીને કળશનું ચિન્હ અને નારણભાઇ છગનભાઇ પુરબીયાને ત્રિશુલનું ચિન્હ ફાળવવામાં આવ્યુ છે.
ચુંટણી કમીટીની રચના કરવામાં આવી છે તેમાં ચુંટણી કમિશ્નર તરીકે જોગીભાઇ ડી. પરમાર અને અશોકભાઇ કે. નૈયા તેમજ ચુંટણી કમીટીના સભ્યોમાં શંકરભાઇ એમ. વાઘેલા, સુરેશભાઇ પુરબીયા, દિનેશભાઇ ગોરી, કાલીભાઇ વાઘેલા, અભિષેકભાઇ ગોરી, ગૌતમભાઇ ચૌહાણ, યશભાઇ વાઘેલા, વિક્રમભાઇ ઝાલા, ભાવિનભાઇ સોલંકી, અરવિંદભાઇ રાઠોડ ેતેમજ મીડિયા ઇન્ચાર્જ તરીકે અજયભાઇ સોલંકી સેવા આપી રહ્યા છે. તા. ૨૦ જુલાઇના યોજાયેલ ચુંટણીમાં મતદાનનું સ્થળ ચૌધરી હાઇસ્કુલ રાખવામાં આવેલ છે. મતદાનનો સમય સવારે ૮ થી સાંજે પ સુધીનો છે. તેમ જોગીભાઇ પરમાર અને અશોકભાઇ નૈયાની સંયુકત યાદીમાં જણાવાયુ છે.
(4:35 PM IST)










