<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

રાજકોટ જિલ્લામાં હાલ ત્રણ પૂલ જર્જરીત સંપૂર્ણ રીપોર્ટ મંગાવતા ડો. ઓમપ્રકાશ

૪૮ થી ૭ર કલાકમાં વિગતો આપો : બાદમાં કાર્યવાહી કરાશે

રાજકોટ, તા. ૧૦ : મધ્‍ય ગુજરાતને સૌરાષ્‍ટ્ર સાથે જોડતો, મહીસાગર નદી પરનો ૪૫ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ૯ જુલાઇના રોજ તૂટી પડયો હતો. આ દુર્ઘટનામાં  વાહનો મહીસાગર નદીમાં ખાબકયા હતા અને ૧૫ લોકોના કરૂણ મોત થયા હતા.

આ દુર્ઘટનાના પગલે ગુજરાત સરકારનું તંત્ર સક્રિય બન્‍યું છે. ગઈકાલે સાંજે રાજકોટ જિલ્લા કલેક્‍ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લાના એન્‍જિનિયરો, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે તાત્‍કાલિક બેઠક યોજવામાં આવી હતી.

કલેક્‍ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્‍યું હતું કે, આ બેઠકમાં થયેલી પ્રાથમિક તપાસમાં જિલ્લાના ત્રણ જેટલા બ્રિજો જર્જરિત હોવાનું સામે આવ્‍યું છે. તેમણે અધિકારીઓને આગામી બે દિવસમાં આ અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે. આ રિપોર્ટ આવ્‍યા બાદ ફરી એકવાર બેઠક યોજવામાં આવશે અને વિગતવાર ચર્ચા કરીને આગામી સમયમાં આ જર્જરિત બ્રિજો અંગે શું પગલાં લેવા તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

(4:33 PM IST)