<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

નેશનલ હાઇવે ઓથોરીટીની જાહેરાતઃ બપોર બાદ વીરપુર પાસેનો પૂલ ખોલી નખાશે

ટોલ ટેકસમાં ઘટાડો અમે ૨૧ માર્ચ-૨૦૨૫ના રોજ કર્યો છે

રાજકોટ તા.૧૦: રાજકોટ જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે આજે પત્રકારો સમક્ષ રાજકોટ-જેતપુર સિકસલેનમાં ટોલ પ્‍લાઝામાં ટોલ ટેકસ ૭૫ ટકા રીડયુલ કરાયા, ભાવો ઘટાડાયા તેવી વિગતો જણાવી હતી.

દરમ્‍યાન આ બાબતે આજે નેશનલ હાઇવે ઓથોરીટીના સિનિયર મોસ્‍ટ અધિકારીશ્રી હરમિન્‍દ્રસિંઘ તથા શ્રી અશોક રાવે જણાવેલ કે ૨૦૦૮ના એકટ મુજબ અમે ટોલ ટેકસમાં ઘટાડો ૨૧ માર્ચ-૨૦૨૫ના રોજ કર્યો છે, હાલ ૧ થી ર દિવસમાં ૭૫ ટકા ઘટાડો થયો તેવી કાંઇ બાબત નથી, અમે કલેકટરને આજ મતલબની માહિતી આપી છે. તેમણે જણાવેલ કે હાલ પીઠડીયા ટોલનાકે કાર, જીપ, વાન વિગેરેના સીંગલ જર્નીના રૂા.૩૫, મીનીબસ જેવા વાહનોના રૂા.૬૦, બસ-ટ્રકના રૂા.૧૨૫, કોર્મશીયલ વ્‍હીકલ- રૂા.૧૩૫, તથા અન્‍ય વાહનોના રૂા.૧૯૫ અને રૂા.૨૪૦ લેવાઇ રહયા છે. જયારે ભરૂડી ટોલનાકે કાર, જીપ, વાનના રૂા.૫૦, મીનીબસ જેવા વાહનોના રૂા.૮૦, બસ-ટ્રકના રૂા.૧૬૫ વિગેરે લેવાઇ રહયા છે.

બંને અધિકારીઓએ જણાવેલ કે હાઇવેનું કામ પૂરજોશમાં ચાલુ છે, સંભવતઃ આજે બપોર બાદ વીરપુર નજીકનો પૂલ ખોલી દેવાશે, ત્‍યારબાદ ર થી ૩ દિવસમાં અન્‍ય બે પૂલ પણ ખોલી દેવાશે, લોકો-મીડીયા સહકાર આપે તેવી તેમણે અપીલ કરી હતી.

(3:17 PM IST)