તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 10th July 2025
મહિકા-અમરગઢ ભીચરીમાં પાકા મકાનોના દબાણો અંગે ૧૦ દિ'માં રીપોર્ટ કરવા આદેશો
કોઇ અધીકારી-કર્મચારીની સંડોવણી હશે તો તેમને પણ નહિ છોડાયઃ કલેકટર

રાજકોટ, તા. ૧૦ : શહેરના ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામમાં ત્રણ એકર જેટલી સરકારી જમીન પર ૧૯૦થી વધુ પાકા મકાનો ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત, કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના ધ્યાને રાજકોટ નજીક આવેલા અમરગઢ-ભીચરી ગામ ખાતેના આવા જ દબાણનો મામલો પણ આવ્યો છે. કલેક્ટર દ્વારા તાત્કાલિક આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આગામી દસ દિવસમાં આ સમગ્ર ઘટનાનો તપાસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ દબાણ પ્રકરણમાં જો કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી જણાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી દસ દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જે કોઈપણ કાર્યવાહી કરવી પડશે, તે હાથ ધરવામાં આવશે.અને સરકારી જમીન પર જે દબાણ કરવામાં આવ્યું છે. તે ડીમોલેશનની કામગીરી કરાશે
(3:14 PM IST)










