તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
રેલનગરમાં નવા બનેલા બિલ્ડીંગના ૧૩મા માળેથી પટકાતાં ૨૦ વર્ષિય મજૂર જયનેશ મોહનીયાનું મોત
સાંજે કામ પુરૂ કરી નીચે ઉતરતી વખતે લપસી પડતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધોઃ મુળ દાહોદનો વતની

રાજકોટ તા. ૯: શહેરના રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર નવા બનેલા બિલ્ડીંગના તેરમા માળેથી પડી જતાં મજૂરનું કમકમાટી ભર્યુ મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મુળ દાહોદનો વતની જયનેશ રમેશભાઇ મોહનીયા (ઉ.વ.૨૦) રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર નવા બનેલા તેર માળના માતૃ મેરીગોલ્ડ બિલ્ડીંગની સાઇટ પર મજૂરી કરી ત્યાં જ રહેતો હોઇ સાંજે કામ પુરૂ થયા પછી તે તેરમા માળેથી નીચે ઉતરતો હતો ત્યારે વચ્ચેના ગેપમાંથી લપસી પડતાં ગંભીર ઇજા થતાં મોત થયુ઼ હતું. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર જયનેશ મોહનીયા મુળ દાહોદનો વતની હતો અને એકાદ મહિનાથી અહિ માતૃ મેરીગોલ્ડની સાઇટ પર કુટુંબી ભાઇઓ સાથે મજૂરી કરવા આવ્યો હતો. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ અને અપરિણીત હતો. યુવાન દિકરાના મૃત્યુથી મજૂર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી
(2:45 PM IST)










