તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Thursday, 10th July 2025
રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ‘ગૌરી વ્રત' પર્વની શુભકામના

રાજકોટઃ અષાઢ મહિનાની શરૂઆત સાથે જ રવિવારથી શરૂ થયેલ બાલિકાઓના ગૌરીવ્રત શરૂ થતાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા રાજકોટના બધા વોર્ડમાં ગૌરીવ્રત કરતી દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. તથા ફળફળાદિ અને પોષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નં ૮માં આવેલ રામેશ્વર મહાદેવ ખોડિયાર મંદિર ખાતે મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ કિરણબેન માકડીયા, શહેર ઉપાધ્યક્ષ પુજાબેન પટેલ, મહિલા મોરચાના મહામંત્રી દેવિકાબેન રાવલ, શહેર સોશિયલ મીડિયાના સહ ઈન્ચાર્જ દિવ્યાબેન ઉમરાણીયા, વોર્ડ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન સખીયા, ભાજપ અગ્રણી લીનાબેન શુક્લ, હર્ષિદાબેન કાસુન્દ્રા, રક્ષાબેન જોષી, નીનાબેન વજીર, મીનાબેન શર્મા, જુમા ચેટરજી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના ટ્રસ્ટી નિલેશભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહેલ
(2:44 PM IST)










