<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

રાજકોટના પશુપાલકો માટે ખુશીના સમાચાર:જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ દ્વારા કિલો ફેટે 60 રૂપિયા ચૂકવાશે

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના આ નિર્ણયથી 60 હજાર પશુપાલકોને ફાયદો થશે.

રાજકોટ જિલ્લાના પશુપાલકોને રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે મોટી ભેટ આપી છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. 

 

અગાઉ ખેડૂતો અને માલધારીઓને કિલો ફેટે 800 રૂપિયા આપવામાં આવતા હતા, જેમાં 10 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે આજથી 810 રૂપિયા આપવામાં આવશે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના આ નિર્ણયથી રાજકોટ જિલ્લાના  60 હજાર પશુપાલકોને ફાયદો થશે.  

(4:35 PM IST)