તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
નશાકારક શીરપ-ટેબ્લેટ વેચાણ અંગે રાજકોટ જીલ્લાના ૨૭૨ મેડીકલ સ્ટોરોમાં તપાસ
જીલ્લા પોલીસની ૫૦ ટીમો દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ચેકીંગ કરાયું

શાપર-વેરાવળના બે અને ઉપલેટાના ત્રણ મેડીકલ સ્ટોરોમાં ડોકટરોના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી સીરપ અને ટેબ્લેટ કબ્જે કરાઇ
રાજકોટ તા.૧૦: નશાકારક સીરપના વેચાણ અંગે રાજય સરકારની રાજવ્યાપી ઝુંબેશ અંતર્ગત રાજકોટ જીલ્લાના ૨૪૦ મેડીકલ સ્ટોરોમાં પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ચેકીંગ કર્યું હતું. અને શાપર-વેરાવળના તથા ઉપલેટાના ત્રણ મેડીકલ સ્ટરોમાં ડોકટરોના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી સીરપ અને ટેબ્લેટો કબ્જે કરાઇ હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ડીવીઝન કચેરી તથા એસ.ઓ.જી. પોલીસ,એલ.સી.બી. પોલીસ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ જેમાં ASP કક્ષાના અધિકારીશ્રી-૦૧, Dy.S.P. કક્ષાના અધિકારી-૦૨, તથા PI કક્ષાના અધિકારી-૧૭, તથા PSI કક્ષાના અધિકારી-૨૫, તથા ASI/FHC/PC ફુલ-૧૮૨ મળી કુલ-૨૨૭ અધિકારી અને કર્મચારીઓની અલગ અલગラ૫૦ ટીમો બનાવી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રીને સાથે રાખી રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તાારમાં આવેલ મેડીકલ સ્ટોર ઉપર જઇને મેડીકલ સ્ટોર ધારકોને નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર વેચવામાં આવતી ટેબ્લેટ/કોડીન સી૨પ ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર નહીં વેચાણ કરવા કડક સુચના કરવામાં આવેલ હતી.
તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર વેરાવળ પોલીસ દ્રારા શાપર વેરાવળમાં આવેલ (૧) ક્રિષ્ના મેડીકલ સ્ટોર તથા (૨) બાલાજી મેડીકલ સ્ટોર માંથી ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર વેચવામાં આવતી Phenylephrine કન્ટેન્ટ વાળી સીરપની બોટલો કબજે કરી ફુડ એન્ડ ડ્રગસ વિભાગને આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવેલ છે. તેમજ ઉપલેટા પોલીસ દ્વારા ઉપલેટા વિસ્તારમાં આવેલ ત્રણ મેડીકલ સ્ટોર માંથી ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર પ્રતિબંધીત ટેબ્લેટ વેચાણ કરવામાં આવતી હોય જે સબંધે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને આગળની કાર્યવાહી કરવા સારૂ જાણ કરવામાં આવેલ છે. અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્રારા કુલ-૨૭૨ જેટલા મેડીકલ સ્ટોર પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ.
રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં મેડીકલ સ્ટોર ચલાવતા માલીકોને સંદેશ આપવામાં આવે છે કે આ રેઇડ ચેતવણી રૂપે કરવામાં આવેલ હતી હવે પછીથી કોઈપણ મેડીકલ સ્ટોર દ્રારા ડોકટરશ્રીના પ્રિસ્કીપ્શન વગર આવી કોઇ નશાકારક સીરપ કે ટેબ્લેટ વેંચવામાં આવશે તો તેઓના ઉપર એન.ડી.પી.એસ. એકટ હેઠળ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટ હેઠળની કાર્યવાહી કરવામાં આવશે.(૨.૧૭)
(11:51 AM IST)










