News of Wednesday, 9th July 2025
મારામારી અને દારૂના ગુનામાં ફરાર રાહુલ અને હરેશ ઉર્ફ હરીયો પકડાયા
એલસીબી ઝોન-૧, નાસતા ફરતા સ્ક્વોડની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૯: આજીડેમ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં ફરાર શખ્સને અને બી-ડિવીઝનના દારૂના ગુનામાં ફરાર શખ્સને એલસીબી ઝોન-૧ ટીમે પકડી લીધા હતાં.
આજીડેમમાં નોંધાયેલા મારામારીના કેમસાં જંગલેશ્વર રોડ રાધાકૃષ્ણનગર-૧૧માં રહેતો રાહુલ દિલીપભાઇ જાખલીયા (ઉ.વ.૨૩) તેના ઘરે આવ્યો હોઇ ત્યાંથી અને બી-ડિવીઝનમાં નોંધાયેલા દારૂના ગુનામાં વાવડી ગામ મોરબીમાં સમજુબા સ્કૂલ પાછળ રહેતાં મુળ રંઘોળા ભાવનગરના હરેશ ઉર્ફ હરીયો નરસીભાઇ દેવાયતકા (ઉ.વ.૩૩)ને બેડી ચોકડીએ પકડી લીધો હતો. પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, રવિરાજભાઇ પટગીર, નાસતા ફરતા સ્કવોડના હરેશભાઇ પરમા અને વિરેન્દ્રસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(3:32 PM IST)










