તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
૧ લાખનો ૫૦૦ લિટર દારૂ ભરેલી કાર સાથે ચુનારાવાડના અનિલને ક્રાઇમ બ્રાંચે પકડયો
સાલખડાના વસંત અને માજોઠીનગરના અનવર ઉર્ફ બાબુના નામ ખુલ્યાઃ દિલીપભાઇ બોરીચા, દિપકભાઇ ચોૈહાણ, વિશાલભાઇ દવેની બાતમી

રાજકોટ તા. ૯: પીસીબીની ટીમે રાજકોટ મોરબી હાઇવે પર બેડી ચોકડી પાસેથી બાતમીને આધારે એક શખ્સને ફોર્ડ કારમાં રૂા. ૧ લાખના ૫૦૦ લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગરના બે શખ્સના નામ ખુલ્યા હતાં.
ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, દિપકભાઇ ચોૈહાણ અને કોન્સ. વિશાલભાઇ દવેની બાતમી પરથી જીજે૧૦કેએ-૭૭૦૨ નંબરની કાર બેડી ચોકડીએ આંતરી લેવાઇ હતી. તેમાંથી રૂા. ૧ લાખનો ૫૦૦ લિટર દેશી દારૂ મળતાં તે તથા કાર, મોબાઇલ મળી ૨,૦૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેમાં બેઠેલા શખ્સની પુછતાછ કરતાં પોતાનું નામ અનિલ ભીમાભાઇ મુળીયા (ઉ.વ.૩૦-રહે. ચુનારાવાડ-૨/૩) જણાવ્યુ઼ હતું.
અનિલની પુછપરછ કરતાં તેણે આ દારૂ બાબતે બે શખ્સો વસંત લઘરાભાઇ બાવળીયા (રહે. સાલખડા ચોટીલા) અને અનવર ઉર્ફ બાબુમાજોઠી યુસુફભાઇ ફુલાણી (રહે. માજોઠીનગર રાજકોટ)ના નામ આપતાં બંનેની શોધખોળ થઇ રહી છે. અનિલ અગાઉ ડીસીબી, ચોટીલામાં દારૂના ચાર ગુનામાં, વસંત ડીસીબી, સુરેન્દ્રનગર, કુવાડવામા દારૂના ત્રણ ગુનામાંઅને અનવર ઉર્ફ બાબુમાજોઠી ડીસીબી, થોરાળામાં દારૂના ચાર ગુનામાં સંડોવાઇ ચુક્યો છે. પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્સ. સંજયભાઇ રૂપાપરા, દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, વિશાલભાઇ દવેએ કાર્યવાહી કરી હતી.
(3:24 PM IST)










