તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
બંગડી બજારમાં રિક્ષાચાલક યુનુસભાઇને કટલેરીની લારીવાળાએ ધોકાથી માર માર્યો
કચરો ફેંકવાની ના પાડતાં કિશન બિહારી અને અજાણ્યો શખ્સ તૂટી પડયા

રાજકોટ તા. ૯: રામનાથપરા પોલીસ લાઇન પાસે રહેતાં રિક્ષાચાલક યુનુસભાઇ ઇકબાલભાઇ ટોયા (ઉ.વ.૩૫) પર સાંજે ધર્મેન્દ્ર રોડ પર બંગડી બજારમાંકટલેરી બંગડીની રેંકડી રાખી ઉભા રહતાં મુળ બિહારના કિશન નામના શખ્સ તથા અજાણ્યાએ ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા સહિતે કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. યુનુસભાઇના કહેવા મુજબ હું મારી રિક્ષા લઇને બંગડી બજાર રોડ પર રાજદિપ કોલ્ડ્રીંક્સ પાસે ઉભો હતો ત્યારે ત્યાં કટલેરીની લારી વાળા કિશન બિહારીએ કચરો ફેંકતા તેને ધ્યાન રાખવાનું ગાળો દેવા માંડયો હતો. તેને ગાળો બોલવાની ના પાડતાં અન્ય એક શખ્સ સાથે મળી મને ઢીકાપાટુનો અને ધોકાથી માર માર્યો હતો.
(3:24 PM IST)










