તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
રૂડાના ર૩ ગામવાસીઓ માટે સારા સમાચારઃ પાણી માટે ૧૮૪ કરોડ મંજુર
રાજકોટ શહેરી વિકાસ સતામંડળની ૧૭૭ મી બોર્ડ બેઠકમાં હેડ વર્કસ પર સોલાર, વાજડીવડમાં ડામર રસ્તા તથા હોર્ડીંગ્સ બોર્ડ સહિતના વિકાસ કામોને બહાલી

રાજકોટ, તા. ૯: શહેરી વિકાસ સત્તામંડળ રૂડાની યોજાયેલ ૧૭૭ મી બોર્ડ બેઠકમાં ર૩ ગામોમાં પાણી આપવા ૧૮૪ કરોડની યોજના સહિતના મુદાઓને મંજુરીની મ્હોર લગાવવામાં આવી હતી.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૦૯ જુલાઇ ના ૧૭૭મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ બોર્ડ બેઠકમાં રૂડા દ્વારા તૈયાર કરાયેલી રૂડા વિસ્તારની મંજુર થયેલી મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૭૭(વાજડી ગઢ)ની પ્રારંભિક નગર રચના યોજનાની ટીપીઓ દ્વારા તૈયાર કરાયેલ કામ ચલાઉ પુનઃરચનાની દરખાસ્તોને પરામર્શ આપવાની આગળની કાર્યવાહી કરવા મંજૂરી આપવામાં આવેલ છે. રૂડા વિસ્તારમાં ૪૮ ગામોનો સમાવેશ છે. આંતરમાળખાકિય સુવિધા અંતર્ગત અગાઉ ફેઝ-૧ અંતર્ગત ૨૦ ગામોમાં શુધ્ધ પીવાનું પાણી આપવાની યોજના કાર્યરત છે, અને હાલેફેઝ -૨ હેઠળ ૧૫ ગામોને રૂ. ૧૧૯.૩૪ કરોડના ખર્ચે શુધ્ધ પીવાનું પાણી આપવાના કામને તથા ફેઝ-૩ હેઠળ ૮ ગામોને રૂ. ૬૫.૦૦ કરોડના ખર્ચે શુધ્ધ પીવાનું પાણી આપવાનાકામને બહાલી આપવામાં આવેલ છે. જે અન્વયે SJMMSVYહેઠળ ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે.
જયારે રૂડા હસ્તક આવેલા પા. પૂ. યોજનાનાપમ્પીંગ સ્ટેશન અને હેડવર્કસ પર સોલારરૂફટોપ મુકવાની પહેલ કરવામાં આવેલ છે, જે કામગીરી માટે રૂ. ૨.૧૧ કરોડનાખર્ચને બહાલી આપવામાં આવેલ છે.
આંતરમાળખાકિય સુવિધા અંતર્ગત DTP ૪૩ (વાજડી-વડ)માઅંદાજીત ૪કિ.મી.લંબાઇના ડામર રસ્તા બનાવવાની કામગીરી માટે રકમ રૂ.૧૫.૩૪ કરોડનાખર્ચનેબહાલી આપવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગળહ યોજનાઅંતર્ગતવિવિધ સાઇટ ખાતે ફાળવેલ આવાસ ધારકો દ્વારા આવાસ ભાડે આપેલ હોય, તેવા આવાસને નિયત પ્રક્રિયા દ્વારા સીલ કરવા અને તે અંગે નિયત ચાર્જ વસુલ કરવાની નીતિને બોર્ડની બહાલી આપવામાં આવેલ છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકની જગ્યામાં ર્હોડિંગ્સ-બોર્ડ/ કોમ્યુનિકેશન ટાવર ઉભા કરવા માટે નવા ટેન્ડર કરવાની બાબતને બોર્ડની બહાલી આપવામાં આવેલ છે.
ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, કલેક્ટરના પ્રતિનિધિ તરીકે કુ.મહેક જૈન, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા આરએમસીના સીટી એન્જી. કે.કે.મહેતા ઉપસ્થિત રહયા હતા.
(3:16 PM IST)










