<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ભરવાડ સમાજ અને કેશવ ગ્રુપ દ્વારા ઓગસ્‍ટમાં તેજસ્‍વી વિદ્યાર્થી પ્રતિભાઓનો સન્‍માન સમારોહ

રાજકોટ,તા.૦૯: સમસ્‍ત ભરવાડ સમાજ રાજકોટ જીલ્લાના ઉપક્રમે  કેશવ ગ્રુપના સહયોગથી આગામી તા.૨૪ ઓગસ્‍ટના તેજસ્‍વી વિદ્યાર્થી અને વિશિષ્‍ટ પ્રતિભાઓનો સન્‍માન સમારોહ યોજેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે ભરવાડ સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓ તેમજ નવનિયુક્‍ત સરકારી કર્મચારીઓ, રમતગમત ક્ષેત્રે, અન્‍ય કલાક્ષેત્રે વિશિષ્‍ટતા દર્શાવનાર પ્રતિભાઓને સન્‍માનિત કરવા તા.૨૪ ઓગસ્‍ટના રવિવારે બપોરે ૨ થી સાંજે ૬ સુધી પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, આલાપ ગ્રીન સીટી પાસે રાજકોટ ખાતે સન્‍માન સમારોહ યોજેલ છે.

સતત ૧૮મા વર્ષ આયોજીત આ સમારોહ માટે ધો.૮ થી ૧૨ અને કોલેજ કક્ષા, અનુસ્‍નાતક, મેડીકલ, એન્‍જીનીયરીંગ વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ તા.૩૧ જૂલાઈ સુધીમાં પહોંચાડવા જણાવાયુ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ભીખાભાઈ પડસારીયા, રાજૂભાઈ જુંજા, ગોપાલભાઈ ગોલતર, નારણભાઈ લાંબરીયા (મો.૯૭૨૩૪ ૫૬૦૫૩), દિનેશભાઈ રાઠોડ (મો.૮૭૮૦૯ ૧૯૯૪૪), ગોપાલભાઈ સરસીયા (મો.૯૮૭૯૫ ૫૧૭૭૭), વાલજીભાઈ સીંધવ, વિશાલભાઈ સીંધવ, વાઘજીભાઈ બાંભવા, બળદેવભાઈ મૂંધવા, કમલેશભાઈ  બાંભવા, લાખાભાઈ ઝીંટ, અશોકભાઈ માટીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજૂભાઈ જુંજા, ગોપાલભાઈ ગોલતર, નારણભાઈ લાંબરીયા, બળદેવભાઈ મુંધવા, લાખાભાઈ મીંટ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૪૦.૨૨)

(3:15 PM IST)