<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ખાદ્યતેલમાં તેજી યથાવતઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા.નો ઉછાળો

ગત સપ્તાહમાં સીંગતેલમાં પ૦ અને કપાસીયા તેલમાં ૭પ રૂા.નો ભાવવધારો થયો'તોઃ વ્રત-તહેવારો ટાંકણે જ ભાવવધારાના ખેલ માટે સટોડીયાઓ ફરી સક્રિય થયાની ચર્ચા

 

 

રાજકોટ, તા., ૯: વ્રત અને તહેવારો ટાંકણે ખાદ્યતેલોમાં ફરી તેજીનો દોર શરૂ થયો હોય તેમ આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા.નો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં વરસાદી વાતાવરણને કારણે કાચા માલની અછતના અહેવાલે આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સીંગતેલ લુઝના ભાવ ૧૩૭૦ રૂા. હતા તે વધીને ૧૩૮૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૩૯પ થી ર૪૪પ રૂા. હતા તે વધીને ર૪૧૦ થી ર૪પપ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા.ના ઉછાળા સાથે કપાસીયા તેલ લુઝના ભાવ ૧રપ૦ રૂા. હતા તે વધીને ૧ર૬૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ રર૪૦ થી રર૯૦ રૂા. હતા તે વધીને રરપ૦ થી ર૩૦૦ રૂા. થયા હતા.

ગત સપ્તાહમાં સીંગતેલમાં ડબ્‍બે પ૦ રૂા. અને કપાસીયા તેલમાં ૭પ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો હતો. વ્રત અને તહેવારો ટાંકણે જ ખાદ્યતેલોમાં ભાવવધારાનો ખેલ પાડવા સટોડીયાઓ ફરી સક્રિય થયાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.(૪.૨૦)

 

(3:00 PM IST)