<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

રાજકોટમાં ‘ગહેના પ્રીમિયમ જ્‍વેલરી એક્‍ઝિબિશન'નો પ્રારંભ : ૧૧ થી ૧૩ જુલાઈ સીઝન હોટલમાં પ્રદર્શન

 

રાજકોટ : જ્‍વેલરી પ્રેમીઓ માટે ખુશખબર! રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સીઝન હોટલ ખાતે ૧૧, ૧૨ અને ૧૩ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસીય ‘ગહેના પ્રીમિયમ જ્‍વેલરી એક્‍ઝિબિશન'નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. મુંબઈની જાણીતી દ્રષ્ટિ ઈવેન્‍ટ્‍સ એન્‍ડ પ્રમોશનલ પ્રા. લિ. દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં દેશભરના પ્રખ્‍યાત જ્‍વેલર્સ તેમનો અદભુત સંગ્રહ રજૂ કરશે. આ એક્‍ઝિબિશનમાં ૧૫૦૦થી વધુ ડિઝાઈનર કલેક્‍શન પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં રાજકોટવાસીઓ માટે વ્‍યાજબી ભાવે વિશેષ ઓફર્સ પણ ઉપલબ્‍ધ રહેશે. મુખ્‍ય આકર્ષણોમાં નીચેના નામાંકિત જ્‍વેલર્સ અને તેમનું કલેક્‍શન શામેલ છે.

અનમોલ જ્‍વેલર્સ (મુંબઈ): રાજકોટમાં પ્રથમ વખત રિયલ ડાયમંડ જ્‍વેલરીનું અદભુત પ્રદર્શન.

અંતરીક્ષ જ્‍વેલ્‍સ (અમદાવાદ) : બીજી વખત રાજકોટ આવી રહ્યા છે, જેઓ રિયલ ડાયમંડ, હોલમાર્ક ગોલ્‍ડ અને પોલકી જ્‍વેલરીનો ભવ્‍ય સંગ્રહ રજૂ કરશે.

ચારુ જ્‍વેલ્‍સ (સુરત) : રિયલ ડાયમંડ ક્ષેત્રે સુરતમાં જાણીતા ચારુ જ્‍વેલ્‍સ તેમના ડાયમંડનું ભવ્‍ય કલેક્‍શન પ્રદર્શિત કરશે.

ઓરીતા ડાયમંડ (અમદાવાદ): ૨૫ વર્ષથી રિયલ ડાયમંડમાં મોટું નામ ધરાવતી ઓરીતા ડાયમંડ તેમનો ભવ્‍ય સંગ્રહ રજૂ કરશે.

બૌવ જ્‍વેલ્‍સ (મુંબઈ) : હેન્‍ડમેઇડ આઈટમ્‍સ, જેમ કે એરિંગ્‍સ, બ્રુચ અને વિન્‍ટેજ જ્‍વેલરીનું અનોખું કલેક્‍શન રજૂ કરશે.

શ્રી રાધે ડાયમંડ્‍સ (વડોદરા) : પાંચમી વખત રાજકોટમાં ૨૦૨૫નું નવું ડાયમંડ ડિઝાઈનર કલેક્‍શન પ્રદર્શિત કરશે.

આ પ્રદર્શનમાં ૨૦૨૫નું બ્રાઇડલ જ્‍વેલરી કલેક્‍શન (સાઈઝ કલેક્‍શન) પણ રજૂ કરાશે, જેમાં એન્‍ટિક ગોલ્‍ડ, રિયલ ડાયમંડ, પોલકી, મોનઝોનાઈટ્‍સ અને જડાઉ કલેક્‍શનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ટાટાની એથનિક વેર બ્રાન્‍ડ તનેઈરા પણ એક વિશેષ આકર્ષણ રહેશે. ૨૦૧૭માં ટાઈટન કંપની દ્વારા લોન્‍ચ થયેલી તનેઈરા હેન્‍ડિક્રાફ્‌ટ સાડીઓ, ડ્રેસ મટિરિયલ્‍સ, તૈયાર કુર્તા સેટ્‍સ અને લહેંગાનો વિશાળ સંગ્રહ પ્રદર્શિત કરશે, જે શુદ્ધ અને કુદરતી ફેબ્રિક્‍સમાંથી બનેલા છે. આમાં કાંજીવરમ, બનારસ, ચંદેરી, મહેશ્વરી જેવી રેન્‍જ પણ શામેલ છે.

આ ભવ્‍ય એક્‍ઝિબિશનનું આયોજન ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ મુંબઈની દ્રષ્ટિ ઈવેન્‍ટ્‍સ એન્‍ડ પ્રમોશનલ પ્રા. લિ. દ્વારા કરવામાં આવ્‍યું છે, જેમણે છેલ્લા ૧૧ વર્ષમાં ૩૫૦થી વધુ સફળ પ્રદર્શનો યોજ્‍યા છે.

રાજકોટવાસીઓને આ જાજરમાન જ્‍વેલરી પ્રદર્શનનો તા. ૧૧, ૧૨, ૧૩ જુલાઈ ૨૦૨૫, સમય સવારે ૧૦:૩૦ થી રાત્રે ૮:૩૦, સ્‍થળ : સીઝન હોટલ, કાલાવડ રોડ, રાજકોટ -મો. ૯૮૯૨૩૯૮૩૬૦ ઉપર સંપર્ક અથવા રૂબરૂ જઈ લાભ લેવા જણાવાયુ છે.

(3:57 PM IST)