તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
આજી-૧ તથા ન્યારી-૧માં નવા નીર નોંધાયા
મેઘરાજાએ ચોમાસાની ઋતુની શરૂઆતમાં જ પાણી ઠાલવ્યું : લાલપરી તળાવ પણ ઓવરફલો થવાથી માત્ર ૧.૩૦ ફુટ દુર

રાજકોટ તા.૯: વરસાદની ઋતુ બરાબર જામી છે. સર્વત્ર મેઘમહેર થઇ રહી છે, ત્યારે શહેરને પાણી પુરૂ પાડતા આજી, ન્યારી અને લાલપરી તળાવમાં નવા નીર નોંધાયા છે.શહેરના જીવાદોરી એવા આજી-૧માં ઉપરવાસમાં થયેલ વરસાદથસ ૦.૩૯ ફુટ નવુ પાણી આવતા સપાટી ૨૪.૨૦ ફુટે પહોંચી છે. જયારે ઓવરફલોમાં માત્ર ૪.૮૦ ફુટ બાકી છે.જયારે ન્યારી-૧માં પણ નવા પાણીની ૦.૧૬ ફુટ આવક થતા ઓવરફલોમાં ૫.૮૦ ફુટ દુર છે. તેની હાલની સપાટી ૧૯.૨૦ ફુટે પહોંચી છે. ન્યારી-૧ની કુલ સપાટી ૨૫ ફુટની છે.
ઉપરાંત શહેરના રાજાશાહી વખતના લાલપરી તળાવમાં પણ ૦.૨૬ ફુટ નવુ પાણી આવતા સપાટી ૧૩.૭૦ ફુટે પહોંચી છે. હવે ઓવરફલોમાં ૧.૩૦ ફુટનું છેટું રહયું છે.આમ રાજકોટ માટે પાણીની સમસ્યા મેઘરાજાએ ચોમાસાના થોડા દિવસોમાં જ ભરી દેતા નગરજનો ચિંતામુકત બન્યા છે.
શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોની હાલની સ્થિતિ
ડેમ કુલ હાલની નવી
સપાટી સપાટી આવક
આજી-૧ ૨૯ ૨૪.૨૦ ફુટ ૦.૩૯
ડેમ ફુટ
ન્યારી-૧ ૨૫ ૧૯.૨૦ ફુટ ૦.૧૬
ડેમ ફુટ
ભાદર-૧ ૩૪ ૨૩.૯૦ ફુટ ----
ડેમ ફુટ
(2:58 PM IST)










