તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
કાલે ગુરૂપુર્ણિમા ગુરૂ તારો પાર ન પાયો... કાલે ઠેર ઠેર ગુરૂવંદનાના કાર્યક્રમો
વિવિધ સંસ્થાઓ-ધર્મસ્થાનો દ્વારા ગુરૂપુજન, સત્સંગ, કિર્તન અને મહાપ્રસાદના આયોજનોઃ શિષ્ય સમુદાયમાં અદમ્ય ઉત્સાહ

રાજકોટ, તા., ૯: અજ્ઞાનના અંધારા ઉલેચી જ્ઞાનના અજવાળા પાથરે તેવા ગુરૂદેવોનું ઋણ અદા કરવાનો પાવન અવસર એટલે ગુરૂપુર્ણીમા ઉત્સવ ઉજવવા ગુરૂભકતોમાં અદમ્ય ઉત્સાહ પ્રસરી રહયો છે. ઠેર ઠેર ગુરૂવંદના-સત્સંગ-કિર્તન અને મહાપ્રસાદના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલીત યાદીઓ અહી પ્રસ્તુત છે.
યોગદા સતસંગ કેન્દ્ર
ગુરૂપૂર્ણિમાં ઉત્સવ નિમિતે યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર રાજકોટના ઉપક્રમે તા.૧૦ ગુરૂવારે સાંજે ૬ થી ૮ દરમિયાન વિશેષ સત્સંગ,સમૂહ ધ્યાન, કીર્તન પરમહંસ યોગાનંદ માર્ગ, એમ-૪ ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નં-૧, સ્વામિનારાયણ મંદિરની સામે, કાલાવડ રોડ મો. ૯૪૦૮૯ ૯૯૦૨૧ ખાતે રાખેલ છે.
સંકીર્તન મંદિર
ગીનીસ બુકમાં સ્થાન પામેલ તેમજ રાજકોટ શહેરનું એકમાત્ર એવું મંદિર કે જયા ૨૪ કલાક(ડે એન્ડ નાઇટ) ૪૨ વર્ષથી અખંડ ‘‘શ્રી રામ જય રામ જય જય રામ'' ની ધુન કાલાવડ રોડ પર આવેલ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી અખંડ હરિનામ સંકીર્તન મંડળ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કાલે તા.૧૦ ના ગુરૂવારે રાખવામાં આવેલ છે. સંકીર્તન મંદિર ખાતે સવારેઃ- ૫:૩૦ કલાકે પ્રભાત ફેરીનો કાર્યક્રમ રાખેલ છે. સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ શ્રી રામનામ મહારાજ તથા શ્રી સદગુરુ પાદુકા પૂજન, અભિષેકના કાર્યક્રમ, તથા બપોરે ૧૨: વાગ્યે ઉત્સવ આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વિશેષ સમુહઅ સંકીર્તન ભાવાંજલી ધુન રાત્રે-૧૦ થી સવારના ૧૨ સુધી રાખેલ છે. ભાવિકોને ગુરુપુર્ણિમા નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા પ્રેમ પરિવાર દ્વારા વિનંતી કરાઇ છે.
ગીતા વિદ્યાલય
જંકશન પ્લોટ ખાતે શ્રીમનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ-ગીતા મંદિરમાં અષાઢ સુદ પૂનમને ગુરુવાર, તા.૧૦ ના સાંજે ૬ થી ૭-૩૦ દરમ્યાન શ્રદ્ધાભક્તિપૂર્વક ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. પ્રાર્થનાસત્સંગ સભાખંડમાં ભગવદ્દગીતાના અધ્યાય ૧૨ અને ૧૫ના સામુહિક ગીતાપાઠ થશે. ભક્તિ સંગીતની ભજનસંધ્યા યોજાશે, ગુરુમહિમાના પદો રજુ થશે.ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઇ.સ.૧૯૭૩ થી સંચાલિત નિઃશુલ્ક ઉનાળુ છાશકેન્દ્રના ૫૩ માં વર્ષના સ્વયંસેવકોનું પારિતોષિક વિતરણ દ્વારા સન્માન થશે. આગામી આયોજનોની માહિતી રજુ થશે.ગુરુમહિમા વિષે પ્રેરક ઉદબોધન થશે. વિશ્વગુરુ ભગવદગીતા, શ્રીકળષ્ણ પરમાત્મા તથા સદગુરુદેવનું મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન થશે. હાર્મોનિયમ, ઢોલક, તબલા, મંજીરા, કરતાલ વગેરે પારંપરિક વાજિંત્રો સાથે દિવ્ય સંકિર્તન થશે. કાર્યક્રમને અંતે સમષ્ટિના કલ્યાણની પ્રાર્થના થશે. આ પ્રસંગે વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર તથા સંત તુલસીદાસજીના જીવનચરિત્રની પુસ્તિકા, ભગવદગીતાની સંગીતમય ઓડિયો સીડીનું રાહત દરે વિતરણ થશે. ગુરૂપૂર્ણિમા મહોત્સવમાં સહભાગી થવા સર્વે ભાવિકોને ગીતા વિદ્યાલય પરિવારે હાર્દિક અનુરોધ કરેલછે.
ચારણ ગઢવી સમાજ
અખીલ ભારતીય ચારણ સમાજ તેમજ અન્ય સેવક સમાજના ગુરૂદ્વારા (કાંત્રોડી) કુંતલપુર ખાતે ગુરૂપુર્ણીમા મહાપર્વની ઉજવણી કરવામા આવશે તા.૯ ની બુધવારે સાંજે ૯ કલાકે ગુરૂવંદના સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ કેસવધામ ખાતે લોક સાહિત્યકાર કલાકારો દ્વારા ગુરૂ વંદના કરવામાં આવશે આ પ્રસંગે જમણવારના દાતા રમેશભા પુનાભા બાવળા (ગઢવી) રાજકોટ, દુધના દાતા સ્વ. રામશુરભા રામભારત્નું બોરાણા હસ્તે ભીખાભા રામશુરભા રત્નું બોરાણા તથા નાજભા દેવરાજભા ગઢવી બોરાણા અખીલ હિન્દ ચારણ ગઢવી સમાજ ગુરૂદ્વારા ખાતે પધારવા માટે કાંત્રોડી કુંતલપુર મહંત પરમ પુજય શ્રી ધર્મજીવનદાસજી મહારાજ તેમજ કોઠારી શ્રી ભીખારામ મહારાજ ભંડારીશ્રી જગજીવનદાસ મહારાજ અને કેસવધામ સેવા સમિતિ તેમજ કેશવધામ યુવા ગ્રુપ કુંતલપુર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. (૩.૧૫)
(2:57 PM IST)










