<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

મેઘાલયમાં ક્રિકેટ તાલિમના કેમ્‍પના નામે રાજકોટના ત્રણ લોકો સાથે કચ્‍છ ભુજના શખ્‍સે છેતરપીંડી કરી

સોરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરતાં પ્રજ્ઞેશ બારહટે મેઘાલય ક્રિકેટ એસો.માં પોતાની પસંદગી સમિતીમાં નિમણુંક થઇ છે કહી યુનિવર્સિટના કર્મચારીના ત્રણ મિત્રોના પુત્રોને કેમ્‍પમાં લઇ જવાના નામે નાણા ઉઘરાવી લીધાઃ પછી તાલિમ કેમ્‍પ રદ થઇ ગયો કહી નાણા પાછા ન દીધાઃ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૯: સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરતાં કચ્‍છ ભુજના શખ્‍સે પોતાની મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાં પસંદગી સમિતીમાં નિમણુંક થઇ છે તેવી વાત કરી  યુનિવર્સિટીના જ સ્‍પોર્ટ્‌સ કર્મચારી થકી તેમના ત્રણ મિત્રોના પુત્રોને મેઘાલય ક્રિકેટની પ્રેકટીસના વીસ દિવસના કેમ્‍પમાં લઇ જવાના નામે રૂા. ૪૪૧૦૦ મેળવી લીધા બાદ હવે મેઘાલય એસોસિએશને પ્રેકટીસ રદ કરી છે તેમ કહી ત્રણ લોકો પાસેથી મેળવી રકમ પરત ન આપી છેતરપીંડી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ જુના જકાતનાકા પાસે ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટી-૨માં રહેતાં મેહુલભાઇ મુકેશભાઇ ધોળકીયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી  કચ્‍છ ભુજના પ્રજ્ઞેશ હનુભા બારહટ વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

મેહુલભાઇ ધોળકીયા વેપાર કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું છે કે મારા પત્‍નિનું નામ મિતલબેન છે અને સંતાનમાં ૧૬ વર્ષનો દિકરો પ્રેમ છે જે ધોરણ-૧૧માં ન્‍યુ એરા સ્‍કૂલમાં ભણે છે તેમજ કુવાડવા રોડ પર ક્રિકેટ એકેડેમીમાં ક્રિકેટની પ્રેકટીસ કરે છે. દિકરી છ વર્ષની છે. ફેબ્રુઆરી-૨૦૨૫માં મારા મિત્ર ચિંતનભાઇ કિશોરભાઇ રાવલ જે સોૈરાષ્‍ટ્ર યુનિવર્સ્‍ટિીમાં  સ્‍પોર્ટસ વિભાગમાં નોકરી કરતાં હોઇ અને ભુજ કચ્‍છના પ્રજ્ઞેશ હનુભા બારહટ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે પીએચડી કરતાં હોઇ ચિંતનભાઇએ મને કહ્યુ઼ હતું કે પ્રજ્ઞેશ બારહટ મેઘાલય ક્રિકેટ  એસોસિએશનમાં રેફરી તરીકે પસંદગી સમિતીમાં નિમણુક પામેલ છે અને તમારા તથા મિત્રોના બાળકોને ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાં સામેલ થવું હોય તો રૂા. ૧૫૦૦૦ ફી રખાઇ છે.

જેમાં વીસ દિવસ માટે મેઘાલયમાં રહેવા જમવાની સુવિધા સાથે ક્રિકેટની તાલિમ અપાશે તેવી વાત પ્રજ્ઞેશ બારહટે કરી છે. તેમ મારા મિત્રએ મને કહેતાં અને તમારો દિકરો પ્રેમ ક્રિકેટમાં આગળ વધવા ઇચ્‍છતો હોય તો પ્રજ્ઞેશ બારહટને ફોન કરી જાણી લેજો તેવી વાત કરી હતી. આથી મેં પ્રજ્ઞેશને ફોન કરતાં તેણે કહેલું કે તમારા બાળકને ક્રિકેટ માટેનું રજીસ્‍ટ્રેશન કરાવવું હોય તો તમારે ૧૪૭૦૦ રૂપિયા આપવા પડશે. આથી મને તેના પર વિશ્વાસ આવતાં મેં તેને ફી પેટેના રૂપિયા આપવા ચિંતનભાઇને ગૂગલ પે કરી દીધા હતાં. ચિંતનભાઇએ પ્રજ્ઞેશને આ રકમ આપી દીધી હતી.

આ ઉપરાંત ચિંતનભાઇએ તેના અન્‍ય મિત્ર હિરેનભાઇ રાઠોડના પુત્રને અને રવિન્‍દ્રભાઇ ભટ્ટના પુત્રને મેઘાલય ક્રિકેટ પ્રેકટીસમાં મોકલવા માટે બીજા ૨૯૪૦૦ પણ પ્રજ્ઞેશને આપ્‍યા હતાં. આ પછી પ્રજ્ઞેશે અમારા બાળકોના નામોવાળી ફલાઇટ ટિકીટ અને મેઘાલય ક્રિકેટ એસોસિએશનના નામવાળો લેટપરપેડ અમારા વ્‍હોટ્‍સએપમાં મોકલ્‍યો હતો. આ પછી પ્રજ્ઞેશે મને ફોન કરી કહેલુ કે મેઘાલય ક્રિકેટ એસોસિએશને કોઇપણ કારણોસર પ્રેકટીસ કેન્‍સલ કરી છે, હવે જવાનું થશે ત્‍યારે તમને જાણ કરીશ. જો કે આ પછી અમે વારંવાર પ્રજ્ઞેશને ફોન કરતાં તેણે અમારો ફોન ઉપાડયો નથી અને અમારો સંપર્ક કર્યો નથી. આથી તેણે અમારી સાથે ઠગાઇ કરી હોવાનું જણાયું હતું. બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચોૈધરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:09 PM IST)