<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

દેશળભગત ટ્રસ્‍ટ અને રજપૂત ખવાસ નૂતન યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્‍માન સમારોહ યોજાશે

ધો.૧ થી ૧૨ અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને વિગતો મોકલવા આહવાન

રાજકોટ,તા.૦૯: દેશળભગત એજ્‍યુકેશન  એન્‍ડ ખવાસ જ્ઞાતિ સંચાલિત ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા રજપૂત (ખવાસ) નૂતન યુવક મંડળ (શ્‍યામનગર)ના સંયુક્‍ત ઉપક્રમે ૨૪મા વિદ્યાર્થી સાકાર સમારોહનું આયોજન કરાયું છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યું હતુ કે જ્ઞાતિની વિદ્યાર્થી પ્રતિભાઓને પ્રોત્‍સાહિત કરવા દર વર્ષે આવુ આયોજન થાય છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ રજપૂત (ખવાસ) સમાજના ધો.૧ થી ૧૨ અને કોલેજ કક્ષાના વિદ્યાર્થી ભાઈ બહેનોના સત્‍કાર સમારોહનું આયોજન કરાયુ છે.

ચાલુ વર્ષ ૨૦૨૪ની પરીક્ષાઓમાં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ, જરૂરી આધારો સાથે તા.૩૧-૭-૨૦૨૫ સુધીમાં દર બુધવાર અને દર રવિવારે સવારે ૧૧ થી ૧માં દેશાળ ભગત હોલ, ૧/૩ શ્‍યામનગર, નાના મૌવા રોડ, રાજનગર ચોકડી પાસે, રાજકોટ ખાતે પહોંચાડવા જણાવાયું છે.

માર્કશીટની ઝેરોક્ષ કોપી પાછળ નામ, સરનામુ અને વાલીના સંપર્ક નંબર લખી પાસપોર્ટ ફોટા સાથે વિગત પહોંચાડવાની રહેશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રવિણભાઈ રાઠોડ, વજૂભાઈ ચૌહાણ, રણજીતભાઈ ડાભી, જેન્‍તીભાઈ પરમાર, જેન્‍તીભાઈ ડાભી, હિતેષભાઈ પરમાર, ભિલાભાઈ ચૌહાણ, રતીભાઈ જાદવ, કરશનભાઈ ચૌહાણ, જેન્‍તીભાઈ જાદવ, રાજુભાઈ રાઠોડ, અતુલભાઈ સોલંકી નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:04 PM IST)