તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
હાઇવે હક્ક આંદોલન સમિતિનો આવતીકાલે કલેક્ટર ઓફિસ ઘેરાવ : જુઓ વિડીયો
પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જીજ્ઞેશ મેવાણી,લાલજીભાઇ દેસાઇ,ગાયત્રીબા વાઘેલા,પાલભાઇ આંબલીયા સહિત શાપર વેરાવળના કારખાનેદારો,પ્રોફેસરો,અનેક ગામના સરપંચો,કોલેજના વિદ્યાર્થીઓ સ્વેચ્છિક રીતે જોડાશે

રાજકોટ : હાઇવે હક્ક આંદોલન સમિતિનો આવતીકાલે કલેક્ટર ઓફિસ ઘેરાવ કરશે , આ સમિતિના કન્વીનર અશોકસિંહ વાઘેલા,ડો ધરમભાઈ કામલીયા અને રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે આવતીકાલે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જીજ્ઞેશ મેવાણી,લાલજીભાઇ દેસાઇ,ગાયત્રીબા વાઘેલા,પાલભાઇ આંબલીયા સહિત શાપર વેરાવળના કારખાનેદારો,પ્રોફેસરો,અનેક ગામના સરપંચો,કોલેજના વિદ્યાર્થીઓ સ્વેચ્છિક રીતે જોડાવાના છે.જાહેર જનતાને અપીલ કરી છે કે આ જનહિત આંદોલનમા રાજકોટવાસીઓ સાથે જોડાય જેથી જટિલ સમસ્યાનુ કાયમી નિરાકરણ આવે
(8:15 PM IST)










