તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે રાજકોટમાં નવા શોરૂમનો શુભારંભ કર્યો
ઔદ્યોગિક મહત્વતા-આર્ટ માટે સુપ્રસિધ્ધ રાજકોટમાં નવો શો રૂમ શરૂ કરતા હર્ષ અનુભવીએ છીએઃ એમ પી અહમદ

રાજકોટઃ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ગુજરાતના રાજકોટમાં તેના નવા શોરૂમના શુભારંભની જાહેરાત કરી છે. આ ૭૬૨૮ ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલા શોરૂમનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ડિઝાઇન અને કલેક્શનની વિશાળ શ્રેણી ઓફર કરતાં જ્વેલરી ખરીદીનો ઉત્કળષ્ટ અનુભવ પ્રદાન કરવાનો છે. આ સીમાચિホ ભારતમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરવાની બ્રાન્ડની નિરંતર કટીબદ્ધતા દર્શાવે છે.
આ શોરૂમ રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ ઉપર ડીએચ કોલેજ પાસે બ્રાન્ડનું રિલોકેટ કરાયેલું આઉટલેટ છે, જે પ્રદેશમાં તેની લીડરશીપને વધુ મજબૂત કરે છે. નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી માનસી પારખે શોરૂમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કંપનીની મેનેજમેન્ટ ટીમ, મૂલ્યવાન ગ્રાહકો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારત, મધ્ય પૂર્વ, યુએસએ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના ૧૩ દેશોમાં ૪૦૦થી વધુ શોરૂમની વૈશ્વિક ઉપસ્થિતિ સાથે મલાબાર ગોલ્ડ ડાયમંડ્સ તેના કલેક્શનની વિશાળ શ્રેણી, બેજોડ ગુણવત્તા અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ માટે પ્રખ્યાત છે. ૨૬ દેશોમાં ૨૫,૦૦૦ બહુભાષી કર્મચારીઓની સમર્પિત ટીમ સાથે બ્રાન્ડે વિશ્વભરમાં ૧૫ મિલિયનથી વધુ સંતુષ્ટ ગ્રાહકોને સેવા આપી છે.
આ નવો શોરૂમ ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને જેમસ્ટોન જ્વેલરીનું વિશાળ કલેક્શન ઓફર કરે છે, જે વિવિધ પ્રસંગોને અનુરૂપ ડિઝાઇન કરાયાં છે. ભારતીય સાંસ્કળતિક વારસાને પ્રદર્શિત કરતી પરંપરાગત ડિઝાઇનથી લઇને આધુનિક કન્ટેમ્પરરી સ્ટાઇલ સાથે શોરૂમ વિવિધ પસંદગીઓને પૂર્ણ કરે છે.
આ મહત્વપૂર્ણ પ્રસંગે નિવેદન આપતાં મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે જણાવ્યું હતું કે, અમે રાજકોટમાં અમારા શોરૂમનો પ્રારંભ કરતાં ઉત્સાહિત છીએ, જે તેની ઔદ્યોગિક મહત્વતા તથા પરંપરાગત હસ્તશિલ્પ માટે ઓળખાય છે. મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ખાતે અમે એવી જ્વેલરી ઓફર કરવા માટે કટીબદ્ધ છીએ કે જે અસાધારણ ક્રાફ્ટમેનશીપ સાથે કલાતીત સૌંદર્યનું મિશ્રણ કરે છે. ગુણવત્તા, પ્રામાણિકતા અને ગ્રાહક સંતોષ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં અમે રાજકોટમાં અમારા શ્રેષ્ઠ કલેક્શન રજૂ કરવા તથા અહીંના વાઇબ્રન્ટ સમુદાયને ખરીદીનો યાદગાર અનુભવ પ્રદાન કરવા ઉત્સુક છીએ.
આ શોરૂમ ગ્રાહકોને ખરીદીનો બેજોડ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયો છે, જેમાં ભવ્ય ડિસ્પ્લે અને ગ્રાહકોને પરફેક્ટ જ્વેલરી પસંદ કરવામાં માર્ગદર્શન આપવા એક કુશળ ટીમ પણ છે. આ શોરૂમનો ઉદ્દેશ્ય ગ્રાહકોને વિશાળ ઇન્ટિરિયર અને ર્પાકિંગ સાથે એક અપ્રતિમ જ્વેલરી શોપિંગ અનુભવ પ્રદાન કરવાનો છે.
આ શોરૂમ લોન્ચ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના વિશ્વના સૌથી પસંદગીના જ્વેલર બનવાના વિઝનને દર્શાવે છે, જે પરંપરાગત કારિગરી અને આધુનિક નવીનતાને જોડીને ટકાઉપણું અને સામાજિક સુખાકારીને પ્રાથમિકતા આપતા કાલાતીત કળતિઓ બનાવે છે. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળા, ખોડલધામ ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(4:27 PM IST)










