<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

રાષ્‍ટ્રીય શાળાની મુલાકાતે શ્રી એસ. જગદીશનઃ નવસર્જીત ગાંધી અપવાસ રૂમનું ઉદ્ધાટન : જીતુ ભટ્ટને અભિનંદન આપ્‍યા

 

રાજકોટ : મહાત્‍મા ગાંધીએ આઝાદી માટે રાજકોટમાં જયાં અપવાસ કર્યા હતા તે રજવાડાના સમયની રાષ્‍ટ્રીય શાળાનું નેતળત્‍વ શ્રી જીતુભાઇ ભટ્ટે સંભાળ્‍યા બાદ તેમાં ઘણા પરિવર્તન આવ્‍યા છે. હાલમાં રપ લાખના ખર્ચે રાષ્‍ટ્રીય શાળાનું રીનોવેશન ચાલી રહયું છે. આ રીનોવેશનમાં ગાંધીજીએ જે રૂમમાં અપવાસ કર્યા હતા તે ગાંધી અપવાસરૂમનું રીનોવેશન પૂર્ણ થતા રાજકોટ શહેરના પ્રજાના હૈયામાં વસેલા ભૂતપૂર્વ મ્‍યુ. કમિશનર અને તત્‍કાલીન કલેકટર શ્રી એસ. જગદીશનના શુભ હસ્‍તે ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રીમતી ઉર્વશીબેન જગદીશન, રાષ્‍ટ્રીય શાળાના એમ.ડી. શ્રી જીતુભાઈ ભટ્ટ, રાજકોટ લોધિકા સંઘના પ્રમુખ અને જીવન કોર્મશિયલ બેંકના ચેરમેન અને અકિલાના પત્રકાર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, રાજકોટના ભૂતપૂર્વ ડે. મેયરશ્રી માવજીભાઇ ડોડીયા, કોર્પો.ના ભૂતપૂર્વ ઇજનેર શ્રી પી.કે. ટાંક, શ્રી જે.વી. હેરમા તેમજ સીનીયર ફોટો જર્નાલીસ્‍ટ અને વિશ્વકર્મા વિશ્વના તંત્રી પ્રવીણ ગજજર ઉપસ્‍થિત રહયા હતા.

રાષ્‍ટ્રીય શાળાના વહીવટમાં આવેલ પરિવર્તન અને રાષ્‍ટ્રીય શાળાના વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસથી શ્રી જીતુભાઈ ભટ્ટે શ્રી જગદીશનને વાકેફ કર્યા હતા.  રાષ્‍ટ્રીય શાળાના મધ્‍યસ્‍થ ખંડની મુલાકાત વેળાએ ગાંધીજીની ઐતિહાસિક યાદગાર તસવીરો પાસે શ્રી જગદીશન અને શ્રીમતી ઉર્વશીબેને તસવીરો પડાવી મુલાકાતને યાદગાર બનાવી હતી.

શ્રી જગદીશન અને શ્રી ઉર્વશીબેને રાષ્‍ટ્રીય શાળામાં ‘સત્‍વ'ના નામથી ર વર્ષથી શરૂ થયેલ ઓર્ગેનીક મોલની મુલાકાત લીધી હતી. ઓર્ગેનીક મોલમાં વિવિધ ખાદ્યતેલ, મસાલા, કઠોળ તેમજ ઓર્ગેનીક આઇટમ અને ઘર વપરાશની આઇટમની માહિતી શ્રી જીતુ ભટ્ટે તેમને આપી હતી. શ્રીમતી ઉર્વશીબેને ‘સત્‍વ' મોલમાંથી ખરીદી પણ કરી હતી.

આ મુલાકાત દરમ્‍યાન શ્રી એસ. જગદીશન, મ્‍યુ. કમિશનર હતા તે સમયની યાદગાર ઘટનાઓ તાજી થઇ હતી તેમ શ્રી જીતુ ભટ્ટે જણાવ્‍યુ છે.

(3:16 PM IST)