<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ક્રેટા કારમાં રાજસ્‍થાનથી ૩.૯૬ લાખના વ્‍હીસ્‍કીના ‘ચપલા' ભરી જુનાગઢ જતાં બે રાજસ્‍થાની ઝડપાયા

પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા અને ટીમની કાર્યવાહીઃ મયુરભાઇ પાલરીયા, નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીની બાતમી : જુનાગઢના રવિરાજ વાંક અને ભીખન આહિરને પણ દબોચી લેવાયા

રાજકોટ તા. ૭: શહેર પીસીબીની ટીમે કુવાડવા ગામ વાંકાનેર ચોકડી પાસેથી રાજસ્‍થાનના બે શખ્‍સને રૂા. ૩,૯૬,૬૨૪ના ૧૮૦ એમએલના દારૂના ૮૬૪ ચપલાના જથ્‍થા સાથે કાર સાથે ઝડપી લીધા છે. આ બંનેની પુછતાછ થતાં બંને આ દારૂનો જથ્‍થો જુનાગઢના બે શખ્‍સોને આપવા જતાં હોવાનું કબુલતાં તેને પણ દબોચી લેવાયા છે. દારૂ, કાર, મોબાઇલ ફોન મળી કુલ ૧૧,૦૬,૬૨૪નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પીસીબીની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મયુરભાઇ પાલરીયા, કોન્‍સ. નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીને બાતમી મળતાં કુવાડવા વાંકાનેર ચોકડી પાસે રાજકોટ અમદાવાદ હાઇવે પર વોચ રાખી જીજે૦૮એપી-૪૬૯૩ નંબરની ક્રેટા કાર આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં અંદરથી રોયલ ચેલેન્‍જ અમેરીકન પ્રાઇડના વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૨૪૦ ચપલા રૂા. ૭૪૬૪૦ના અને માસ્‍ટર બ્‍લેન્‍ડર્સ સીગ્નેચર વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૩,૨૧,૮૯૪ના ૬૨૪ ચપલા મળતાં કબ્‍જે કર્યા હતાં.

કારમાં બેઠેલા શખ્‍સોની પુછતાછ કરતાં પોતાનું ના દિનેશ મુકનારામ ગોદરા (ઉ.વ.૨૫-રહે. રોહીલા ગામ તા. સેડવા બાડમેર રાજસ્‍થાન) અને રામજીવન કુંભારામ જાંગુ (ઉ.વ.૩૬-રહે. ઉપરલા જાંગુઆની ઘાણી, તા. ચોટન બાડમેર રાજસ્‍થાન) જણાવ્‍યા હતાં. પોલીસે બંનેની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઇલ ફોન કબ્‍જે કર્યા હતાં. પુછતાછમાં બંનેએ આ દારૂ જૂનાગઢના રવિરાજ વાંક અને ભીખન આહિરે મંગાવ્‍યાનું કબુલતાં આ બંનેને પણ સકંજામાં લઇ દારૂ મોકલનાર સુધી પહોંચવા પોલીસે તપાસ આદરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્‍દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી.

(3:06 PM IST)