તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
પાણીજન્ય રોગચાળાથી બચવા શું કરવું?
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સુચન

રાજકોટ તા.૭: પાણી અને આરોગ્યનો સીધો સંબંધ છે, જેથી પાણીજન્ય રોગો જેવાકે ઝાડા, ઝાડા-ઉલ્ટી, મરડો, કોલેરા, કમળો, ટાઈફોઈડ જેવા રોગો થવાનું જોખમ વધી જાય છે. આથી સૌને પાણીજન્ય રોગોથી બચવા નીચે મુજબ રાખવી જોઇએ.પીવાના પાણીને ઉપયોગમાં લેતાં પહેલાં ૨૦ મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું. પીવાના ૨૦ લીટર પાણીમાં ૧ ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું.
તમામ ટાંકી, કુવા વિગેરે સાફ કરાવી તેમાં દરરોજ આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીની સુચના મુજબ નિયત પ્રમાણમાં ટી.સી.એલ. (બ્લીચીંગ) પાવડરનું દ્રાવણ નાંખી ક્લોરીનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું.
ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય નિકાલ કરવો. ઠેર ઠેર એકઠાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવો. વાસી ખોરાક અથવા પલળી ગયેલા અનાજનો ઉપયોગ કરવો નહી. ખાધ પદાર્થોને ઢાંકીને રાખવા. દૂધ ઉકાળીને પીવું.
ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ.નું દ્રાવણ બનાવી પીવડાવો. નજીકના આરોગ્ય કર્મચારી અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ-સારવાર મેળવો. ક્લોરીન ટેબ્લેટની જરૂરીયાત હોય તો નજીકના શહેરી પ્રાથમિક કેન્દ્રનો સંપર્ક કરવો. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયામાં કુલ ૩૫૯ કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે.(૨.૨૩)
(2:52 PM IST)










