<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

છ મહિનામાં શહેરના વાહનચાલકોને ૫.૯૧ કરોડનો દંડ

સોૈથી વધુ ત્રણ સવારીના ૫૯૧૧૯ કેસઃ ૧૮૯૦૪ કેસઃ ટ્રાફિકને અડચણરૂપ થવાના ૧૭૫૭૫ કેસ નોંધાયા : અલગ અલગ ૩૨ પ્રકારના નિયમોનો ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસની કાર્યવાહીઃ કુલ ૧,૭૬,૫૨૮ કેસ કરવામાં આવ્‍યાઃ વાહનચાલકો દંડથી બચવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે જરૂરીઃ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ

 

 

રાજકોટ તા. ૭: શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સતત સુચનાઓ અપાય છે. આમ છતાં જે વાહનચાલકો નિયમોનો ભંગ કરતાં હોય તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અલગ અલગ પ્રકારના ૩૨ પ્રકારના ગુનાઓમાં શહેર ટ્રાફિક પોલીસને જાન્‍યુઆરીથી જુન સુધી એમ છ મહિનામાં કુલ ૧,૭૬,૫૨૮ કસ કરી ૫,૯૧,૮૭,૭૫૦નો દંડ ફટકાર્યો છે.  પોલીસે અલગ અલગ નિયમોના ભંગ બદલ ૨૬૨૦ વાહનો પણ ડિટેઇન કર્યા હતાં. જ્‍યારે કુલ ૧૨૪૨૧ ઇ-ચલણ ઇશ્‍યુ કર્યા હતાં.

શહેરમાં ટ્રાફિકના નિયમોનું વાહનચાલકો પાલન કરે તે માટે થઇને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી ઇન્‍ચાર્જ વી. જી. પટેલની સુચના અંતર્ગત અલગ અલગ પીઆઇ, પીએસઆઇ તેમની ટીમો દ્વારા શહેરના અલગ અલગ પોઇન્‍ટ પર ચેકીંગ કરતાં હોય છે અને વાહનચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તેને દંડ ફટકારવાની કામગીરી કરતાં હોય છે. આ ઉપરાંત સમયાંતરે ખાસ ડ્રાઇવ યોજીને પણ દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે જણાવ્‍યા અનુસાર રાજકોટ શહેરમાં છેલ્લા છ મહિનામાં એટલે કે જાન્‍યુઆરી-૨૦૨૫થી જુન-૨૦૨૫ દરમિયાન કુલ ૩૨ પ્રકારના ટ્રાફિક નિયમન ભંગને લગતા ગુનાઓમાં કુલ ૧,૭૬,૫૨૮ કેસ કરવામાં આવ્‍યા છે અને આ બદલ કુલ ૫,૯૧,૮૭,૭૫૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે. જે દંડ ફટકારવામાં આવ્‍યા છે તેમાં કાળા કાચના સ્‍થળ પર ૫૫૮૧ કેસ અને ક્‍યુઆર કેસ૨૪૨૬, ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરવાના સ્‍થળ પર ૧૬૨૨, ઓનલાઇન ૧૧૭૩ કેસ, ઓવર સ્‍પીડના ૧૪૯૩૦ કેસ સ્‍થળ પર કરાયા છે. આ ઉપરાંત ડેઝનીગ લાઇટના સ્‍થળ પર ૫૩, ક્‍યુઆરથી ૨૭, પરમીટ ભંગ બદલ ૧૬૪ વાહનો ડિટેઇન કરાયા હતાં. આ ઉપરાંત એમવીએક્‍ટ ભંગ બદલ ૨૦ વાહનો ડિટેઇન કરાયા હતાં. વધુ મુસાફર બેસાડવા બદલ ૪૮૮ કેસ સ્‍થળ પર અને ૩૯૯ કેસ ક્‍યુઆરથી, લાયસન્‍સ વગરના ૧૫૦ કેસ સ્‍થળ પર ૧૪૨ ઓનલાઇન, લાયસન્‍સ વગર વાહન ચલાવવા આપવાના એકપણ કેસ નોંધાયા નથી. ટ્રાફિકને અડચણરૂપ વાહનોના સ્‍થળ પર ૧૭૫૭૫ કેસ કરાયા હતાં અને ૧૨૮ વાહનો ડિટેઇન કરાયા હતાં.

સુશોભીત નંબર પ્‍લેટના ૧૨૬૯૨ સ્‍થળ પર અને ૬૨૧૨ ઓનલાઇન કેસ કરીઆવા ૯૬ વાહનો ડિટેઇન પણ કરાયા હતાં. જ્‍યારે ત્રણ સવારીમાં વાહન ચલાવવાના ૫૦૭૮૯ કેસ સ્‍થળ પર અને ૮૨૩૨ કેસ ઓનલાઇન કરાયા છે. ટ્રાફિક સંજ્ઞા ભગના ૪૭ કેસ, પ્રદુષણ ફેલાવવા બદલ ૬૧ વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી અને એરહોર્નના ૨૭૨ કેસ, હેલ્‍મેટ નહિ પહેરવાના ૧૪૨૭૯ સ્‍થળ પર અને ૫૮૯૧ ઓનલાઇન કેસ કરાયા હતાં. આ ઉપરાંત સીટ બેલ્‍ટ નહિ બાંધવાના ૬૬૮૨ કેસ સ્‍થળ પર અને ૨૯૫૫ કેસ ઓનલાઇન કરાયા હતાં. પીયુષી સાથે ન રાખવાના ૨૮૮ સ્‍થળ પર ૧૨૧ ક્‍યુઆરથી કેસ કરાયા હતાં. પરચુરણ કાગળોના ૬૬૬૧ કેસ સ્‍થળ પર અને ૩૧૦૪ કેસ ઓનલાઇન થયા હતાં. ભયજનક રીતે વાહન હંકારવાના ૪ કેસ સ્‍થળ પર, બે કેસ ઓનલાઇન કરી આવા ૨૮ વાહનો ડિટેઇન કરાયા હતાં. ઓવરલોડના ત્રણ કેસ કરી એક વાહન ડિટેઇન કરાયુ હતું. હુકમનું ઉલ્લંઘન કરવા બદલ ૧૨૯૦ કેસ સ્‍થળ પર અને ૭૨૦ ઓનલાઇન કેસ કરી ૫૯૩ વાહનો ડિટેઇન પણ કરાયા હતા. નંબર પ્‍લેટ વગર વાહન હંકારવાના ૭૮૭૪ કેસ સ્‍થળ પર અને ૩૮૦૦ કેસ ક્‍યુઆરથી કરવામાં આવ્‍યા હતાં. અન્‍ય અલગ અલગ બાર કેસ કરાયા હતાં. તેમજ વિમા વગર વાહન હંકારવાના ત્રણ કેસ સ્‍થળ પર અને ૪૪ કેસ ક્‍યુઆરથી કરાયા હતાં. આવા ૧૯ વાહનો ડિટેઇન કરાયા હતાં.

ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્‍યા અનુસાર આમ કુલ ૬ મહિનામાં રાજકોટ શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા કુલ ૧,૭૬,૫૨૮ કેસ કરી સ્‍થળ પર અને ક્‍યુઆરથી મળી કુલ ૫,૯૧,૮૭,૭૫૦નો દંડ વસુલાયો છે. આ કાર્યવાહી દરમિયાન ૨૬૨૦ વાહનો ડિટેઇન કરવામાં આવ્‍યા હતાં. વાહનચાલકો નિયમોનું પાલન કરી દંડથી બચી શકે છે. (૧૪.૧૧)

(2:49 PM IST)