તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
દિવના લાલજીભાઇનું રાજકોટમાં બહેનના ઘરે તાવ આવ્યા બાદ મોત
અઠવાડીયા પહેલા મગજની ગાંઠનું ઓપરેશન કરાવાયું હતું: અન્ય બનાવમાં બેભાન હાલતમાં રૂખડીયાપરાના પ્રોૈઢ કાંતિભાઇને ગંજીવાડાની બાળા કલ્પનાના મૃત્યુ

રાજકોટ તા. ૭: તાવ આવતાં બેભાન થઇ જતાં યુવાન તેમજ અન્ય કારણોસર બેભાન થઇ જતાં પ્રોૈઢ તથા એક બાળાના મૃત્યુ થયા હતાં. દિવ નજીક વાસદ ગામે રહેતાં લાલજીભાઇ કરસનભાઇ કામરીયા (ઉ.વ.૩૯) રાતે રાજકોટમાં આજીડેમ ચોકડી માધવ વાટીકામાં રહેતાં પોતાના બહેન શાંતુબેન ભરતભાઇ બાંભણીયાના ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર લાલજીભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના અને અપરિણીત હતાં અને દિવની હોટેલમાં નોકરી કરતાં હતાં. તેમને મગજમાં ગાંઠ થતાં અઠવાડીયા પહેલા રાજકોટમાં ઓપરેશન કરાવાયું હતું. હાલમાં તે બહેનના ઘરે આરામ કરવા રોકાયા હતા. અહિ બે દિવસથી તાવ આવતો હોઇ તેની દવા ચાલુ હતી. મોડી રાતે તબીયત બગડયા બાદ બેભાન થઇ જતાં મોત થયું હતું.
બીજા બનાવમાં પોપટપરા સેન્ટ્રલ જેલ પાછળ રૂખડીયાપરા-૪મા રહેતાં કાંતિભાઇ રઘુભાઇ અદગામા (ઉ.વ.૫૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર કાંતિભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં બીજા હતાં અને કારખાનામાં મજૂરી કરતાં હતા. સગાના કહેવા મુજબ કાંતિભાઇને ગળામાં ગાંઠ થઇ હોઇ તેના કારણે બિમાર થઇ ગયા હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. બનાવ અંગે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં ભાવનગર રોડ ગંજીવાડા-૭૫માં રહેતી કલ્પના કમલેશભાઇ કુંભાણી (ઉ.વ.૧૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કલ્પના અભ્યાસ કરતી હતી. તેણી એક ભાઇથી મોટી હતી. તેના પિતા હયાત નથી. ટીબીની બિમારી લાગુ પડી હોવાનું સગાએ કહ્યું હતું. આ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ં ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્તિસિંહ જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
(1:51 PM IST)










