<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

‘‘અકિલા'' અને એસ.જગદીશનઃ એક અવિસ્‍મરણીય- આત્‍મીય અનુબંધ

રાજકોટના યશસ્‍વીતાના સારથી પૂર્વ મ્‍યુ.કમિશનર ‘‘અકિલા''ની મુલાકાતે : એસ.જગદીશને કહ્યું, રાજકોટ મારા マદય સમાનઃ ભરપુર વિકાસથી અહીં જવાબદારી નિભાવ્‍યાનો સંતોષ

રાજકોટ તા.૭: પાલીકામાંથી મહાનગરપાલીકા બનનાર રાજકોટ વિશ્વમાં અનેક ક્ષેત્રે ઓળખાય છે અને વખણાય પણ છે. પછી તે મશીનરી હોય કે ખાણી-પીણી, રાજકોટની ખ્‍યાતિ દરિયાપાર પણ ખુબ જ વિસ્‍તરી છે.

રાજકોટને વિસ્‍તારવામાં અને તેના સર્વાંગી વિકાસના પાયામાં એક વ્‍યકિત છે, જેમણે ૧૯૯૨-૯૩માં શરૂઆત કરી શહેરના વિસ્‍તરણની, એ છે ભૂતપૂર્વ મ્‍યુ.કમિશનર અને પૂર્વ કલેકટર શ્રી એસ. જગદીશન.

શ્રી એસ. જગદીશનનો ‘‘અકિલા'' સાથે પારિવારીક સંબંધ રહયો છે એ નાતે તેઓએ ગઇકાલે રાજકોટની અંગત મુલાકાત દરમ્‍યાન ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા સાથે ‘‘અકિલા'' કાર્યાલય ખાતે લાંબો સમય વિતાવી જુના શહેરના સંસ્‍મરણો યાદ કરી નવા રાજકોટ અંગે સંતોષ વ્‍યકત કર્યો હતો.

‘‘અકિલા'' કાર્યાલય ખાતેની મુલાકાત દરમ્‍યાન શ્રી જગદીશને ૩૦ વર્ષ પહેલાની કામગીરી દરમ્‍યાન કોઇની શેહ-શરમ રાખ્‍યા વગર શહેરની સુવિધાને સર્વોપરી ગણી હોવાનું જણાવ્‍યું હતું.

તેમની પ્રમાણિકતા અને લોકો પ્રત્‍યેની નિષ્ઠાને કારણે અધિકારીઓથી માંડીને રાજકીય આગેવાનો સુધી કોઈની હિંમત નહોતી કે અજુગતી ભલામણો કરે. આજે પણ રાજકોટના નગરજનો અગ્રણીઓ અને અધિકારીઓ તેમને ખૂબ જ લાગણી અને પ્રેમથી યાદ કરી રહ્યા છે.

ઉપરાંત ત્‍યારના પત્રકારત્‍વ અને હાલના જર્નાલીઝમ વચ્‍ચે અડીખમ તથા લોકોની સતત ચિંતા કરનાર, અવાજ બનનાર ‘‘અકિલા'', શ્રી કિરીટભાઇ તથા શ્રી અજીતભાઇને અભિનંદન આપતા શ્રી જગદીશને જણાવેલ કે, મીડીયા ચોથી જાગીર હોવોથી તે અધિકારીને જમીની વાસ્‍તવીકતા બતાવે છે અને ‘‘અકિલા'' તેમાં સર્વશ્રેષ્‍ઠ છે.

રાજકોટના ૪૦ વર્ષ સુધીની હાલની પેઢી શ્રી જગદીશનથી કદાચ પરિચિત ન હોય પણ શ્રી જગદીશન એવા IAS અધિકારી હતા. જેમણે શહેરની શકલ બદલી. સોૈ પ્રથમ ભૂગર્ભ ગટરના પાયા નાખ્‍યા, નવા રાજકોટની ટી.પી. સ્‍કીમ પણ તેમને આભારી છે. એક બાહોશ અધિકારી તરીકેની છાપ રાજકોટીયનોના મનમાં સદા માટે અંકિત થઇ ગઇ છે.

જયારે શ્રી જગદીશનની રાજકીય ઇશારે રાજકોટથી બદલી થઇ ત્‍યારે લોક જુવાળ ઉભો થયેલ અને નાગરિકો તેમની બદલી અટકાવવા રસ્‍તા ઉપર ઉતરી આવ્‍યા હતા.  અને કફયુ લાદવો પડયો હતો. આ શ્રી જગદીશનની લોકપ્રિયતા દર્શાવે છે.

રાજકોટમાં તેઓ પૂર્વ આર.ડી.સી શ્રી જે. જી. હિંગરાજીયાને ત્‍યાં વાસ્‍તુપૂજન અને હવનમાં હાજરી આપવા આવ્‍યા હતા. આ ઉપરાંત દિવસ દરમિયાન પૂર્વ ડેપ્‍યુટી મેયર માવજીભાઈ ડોડીયા, કોર્પોરેશનના પૂર્વ એક્‍ઝિકયુટિવ એન્‍જિનિયર શ્રી પી કે ટાંક તથા નિવળત્ત એન્‍જિનિયર જે વી હેરમા ઉપરાંત સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ તસ્‍વીરકાર પ્રવીણભાઈ ગજ્જરને પણ મળ્‍યા હતા. તેઓ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના નિવળત્ત સહાયક કમિશનર સ્‍વ. પાવાગઢીના પરિવારને પારિવારિક સંબંધોના નાતે મળવા તેમના નિવાસસ્‍થાને ગયા હતા. લોધીકા સંઘના ચેરમેન અને સૌરાષ્‍ટ્રના સિનિયર પત્રકાર તથા ‘રાજકોટ મિરર'ના પ્રણેતા શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજાને પણ મળ્‍યા હતા. તેમણે રાષ્‍ટ્રીયશાળા ખાતેના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.

(2:32 PM IST)