તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
રાજકોટમાં સાંજે વરસાદનું જોર વધ્યું : અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ : રસ્તાઓમાં નદીઓ વહી
150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, કોઠારિયા, રેસકોર્સ, ઢેબર રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

રાજકોટમાં આજે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આથી રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા છે. ભારે પવન સાથે વરસાદ પડતા વાહચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા
બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા સાંજે પાંચ વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે
શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, કોઠારિયા, રેસકોર્સ, ઢેબર રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
(5:42 PM IST)










