તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th July 2025
અમરનાથ મંદિરમાં આરતી કરવાની વિવાદ મામલે ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજાની અટકાયત
-ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાની અટકાયત કારાયાની વાત ફેલાતા તાલુકા પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

રાજકોટ : ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાની અટકાયત થયાની વાતે તાલુકા પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાની ખરેખર અટકાયત થઇ છે કે કેમ આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી અલબત્ત તાલુકા પોલીસ સ્ટેશને લોકો પહોંચ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે બે ત્રણ દિવસ અગાઉ ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજા ફરી વિવાદમાં આવ્યા હતા બિગ બજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ ગ્રૂપ દ્વારા મહા આરતીનું આયોજન કરાયું હતું અને મંદિર બહાર બેનરો લગાવાયા હતા. પીટી જાડેજાએ આરતી ન કરવા ધમકી આપી અને બેનરો તોડી નાખ્યા હતા. આ મામલે નવ જયોતપાર્કના જશ્મિનભાઈ મકવાણાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પી. ટી. જાડેજા સામે ગુનો નોંધ્યો છે.
(12:16 AM IST)










