<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

રાજકોટ શહેર એસઓજીનો સપાટો: ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયા, ચેતન સમેચા અને અંકુર ઉર્ફ બાડો સંચાણિયાને પીઆઇટી હેઠળ જેલમાં ધકેલી દેવાયા: પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની રાહબરીમાં પો.ઈન્સ એસ.એમ.જાડેજા, પીએસઆઇ વી.વી.ધ્રાંગુની ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા બાબતેના ૧૯૮૮ના કાયદા હેઠળ એક સાથે ત્રણ ડ્રગ્સ પેડલરને PIT એન.ડી.પી.એસ. એકટ હેઠળ ડીટેઇન કરવાની કાર્યવાહી કરતા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા કરવામાં આવી છે. 

શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ભરત બી.બસીયા દ્વારા સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોઇ તેમજ અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા NDP S ACT-1985 તથા PIT NDPS ACT-1988 હેઠળ કાર્યવાહી કરવા અંગેની સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોઇ જે અનુસંધાને પોલીસ કમિશ્નરશ્રીની સુચનાથી આવા કેસમાં દરખાસ્ત તૈયાર કરી ડી.જી.પી સાહેબ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ સમક્ષ મોકલવા સુચના કરેલ હોય આવી કાર્યવાહી કરવાથી માદક પદાર્થનો વેપાર ધંધો કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોની આર્થીક તથા સામાજીક સુખાકારીને પાયમાલીના માર્ગ તરફ લઇ જતી અટકે તેમજ રાષ્ટ્રને નુકશાન થતુ અટકે તેમજ યુવાધન આવી બદીથી દુર રહે અને કાયદાનો કડક અમલ થાય તે સારૂ અગાઉ એન.ડી.પી.એસ.ના અલગ અલગ કેશમાં પકડાયેલ કુલ - ૩ જણા વિરૂધ્ધ એક જ માસમાં PIT NDPS એકટ હેઠળ અલગ અલગ દરખાસ્તો તૈયાર કરી મોકલતા પોલીસ મહાનિર્દેશક સાહેબ સી.આઇ.ડી ક્રાઇમનાઓ આ કાયદાની કલમ ૩ હેઠળ અટકાયતમાં લેવા હુકમ કરેલ છે. અને ત્રણ અલગ અલગ વોરન્ટ ઇશ્યુ કરતા ત્રણેયને હુકમની બજવણી કરવામાં આવેલ છે. અને ત્રણેય ને હિંમતનગર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા એમ ત્રણ અલગ અલગ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

 

જેની સામે કાર્યવાહી થઈ તેમાં સુધા સુનીલભાઇ ધામેલીયા ઉવ.૪૦ રહે. સ્લમ કવાર્ટર, કવાર્ટર નં ૫૧૦ રૈયાધાર ૧૨ માળીયા રાજકોટ વાળાને સબ જેલ હિંમતનગર, સાબરકાંઠા ખાતે મોકલવા તજવીજ કરવામા આવેલ છે.ગુન્હાહિત ઇતીહાસ-(૧) રાજકોટ શહેર કુવાડવા રોડ પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૮૦૩૭૨૪૦૧૦૦/૨૦૨૪ એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮(સી)૨૧(બી), ૨૯

(૨) ચેતન ઉર્ફે મહાદેવ ભરતભાઇ સમેચા ઉવ.૨૧ રહે. નહેરૂનગર, શેરી નં ૪/૫ નો ખુણો માલધારી ચોક, ગોકુલ પાનના ગલ્લાની બાજુમા રાજકોટ વાળાને જીલ્લા જેલ, પાલનપુર બનાસકાંઠા ખાતે મોકલવા તજવીજ કરવામા આવેલ છે.ગુન્હાહિત ઇતીહાસ- રાજકોટ શહેર એ.ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૦૨૪૧૧૬૯/૨૦૨૪ એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮(સી)૨૦(બી)(૨)(બી) તેમજ (૩) અંકુર ઉર્ફે બાડો કીરીટભાઇ સંચાણીયા ઉવ. ૨૭ રહે. પ્રજાપતિ સોસાયટી શેરી નં ૩/૬ નો ખુણો “કુળદેવી મકાન" ઓમનગર પાસે ૪૦ ફુટ રોડ રાજકોટ વાળાને ખાસ જીલ્લા જેલ, મહેસાણા ખાતે મોકલવા તજવીજ કરવામા આવેલ છે.

ગુન્હાહિત ઇતીહાસ-(૩) રાજકોટ શહેર તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૮૦૫૩૨૪૧૨૩૭/૨૦૨૪ એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮(સી)૨૧(બી) ધરાવે છે 

આ કામગીરી પો.ઈન્સ એસ.એમ.જાડેજા પો.સ.ઈ. વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઇ વિરેન્દ્રસિંહ ઝાલા તથા એ.એસ.આઇ. અરૂણભાઇ બાંભણીયા તથા એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા તથા હે.કો. ઉપેન્દ્રસિંહ ઝાલા તથા દિગ્વીજયસિંહ ગોહીલ તથા ફીરોજભાઇ હનીફભાઇ તથા મહાવિરસિંહ દશરથસિંહ તથા સિધ્ધરાજસિંહ નિરૂભા તથા પો.કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા તથા હાર્દકીસિંહ પરમાર તથા અનોપસિંહ પ્રવિણસિંહ તથા મહીલા પો.કોન્સ. મોનાબેન ખીમજીભાઇ તથા પી.સી.બી શાખાના પો.ઇન્સ એમ.આર.ગોંડલીયા તથા પો.હેડ.કોન્સ રાજુભાઇ દહેકવાડ તથા ઇન્દ્રજીતસિંહ સીસોદીયા તથા સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગરના પો.કોન્સ પારસભાઈ ટાંક દ્વારા કરવામાં આવી છે.

 

 

(7:18 PM IST)