તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
સોની બજારના વેપારી જીજ્ઞેશભાઇ પાટડીયા સાથે કારીગર જહાગીર શેખની રૂા. ૫.૮૬ લાખની ઠગાઇ
દસ દિવસમાં દાગીના બનાવીને આપી દેશે તેમ કહી સોનુ લઇ ગયોઃ પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું: ભગવતીપરાના શખ્સ વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસે ફરિયાદ દાખલ કરી :ભૂપેન્દ્ર રોડના વેપારી રમેશચંદ્ર પાલા સાથે કારીગર માધવદાસની ૪.૫૦ લાખની ઠગાઇઃ ચાંદીના દાગીના લઇ જઇ નાણા ચુકવ્યા જ નહિ

રાજકોટ તા. ૪: સોની બજારના વધુ એક વેપારી સાથે કારીગરે ઠગાઇ કરી છે. બોઘાણી શેરીમાં બાવીસ વર્ષથી વેપાર કરતાં સોની વેપારી પાસેથી વિશ્વાસે ભગવતીપરાનો શખ્સ દાગીના બનાવવા ૫.૮૬ લાખનું સોનુ લઇ ગયા બાદ પરત આપતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે હાથીખાના શેરી નં. ૧૧/૧૨ના ખુણે રહેતાં અને સોની બજાર બોઘાણી શેરીમાં મધુવન ચેમ્બર્સમાં ઓફિસ નં. ૧૦૯માં બેસી ઓમ ટચ લેબ નામે સોની કામ કરતાં જીજ્ઞેશભાઇ દામોદરભાઇ પાટડીયા (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી ભગવતીપરામાં સુખસાગર હોલ પાસે રહેતાં જહાંગીરઆલમ અકશેદઆલમ શેખ વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે
જીજ્ઞેશભાઇ પાટડીયા બાવી સવર્ષથી સોની બજારમાં વેપાર કરે છે. તેણે જણાવ્યું છે કે પાંચેક વર્ષથી ભગવતીપરાનો જહાંગીરઆલમ શેખ મારી દૂકાને ટચ કઢાવવા આવતો હોવાથી હું તેને ઓળખુ છું. તે અમારીદુકાને દાગીનાની અલગ અલગ પેટર્ન બતાવવા આવતો હોઇ તે કારણે પણ ઓળખાણ થઇ હતી. તેની દૂકાન સિલ્વર માર્કેટની સામે ગોલ્ડ એપાર્ટમેમાં બીજા માળે હતી. ૧૭/૩/૨૫ના હું મારી દૂકાને હતો ત્યારે જહાંગીર આવ્યો હતો અને મારી પાસે દાગીના બનાવવાનું કામ માંગતા મેં તેને ૬૦.૪૩૨ ગ્રામ ૨૪ કરેટે ગોલ્ડ વાઉચરથી સહી લઇને આપ્યું હતું. જેની કિમત રૂા. ૫,૮૬,૧૯૦ થતી હતી.
જહારંગીરે મને કહેલુ કે આ સોનામાંથી હું તમે આપેલી ડિઝાઇન મુજબના ચેઇન-ડોકીયા બનાવીને તમને ૧૦ દિવસમાં આપી દઇશ. પરંતુ દસ દિવસ બાદ મેં તેને ફોન કરતાં તેના ભાણેજ રફિકભાઇએ ફોન ઉપાડયો હતો અને કહ્યું હતું કે મારા મામા જહાગીરઆલમ શેને છાતીમાં દુઃખાવો થઇ રહ્યો હોઇ તેને સારવાર માટે દાખલ કર્યા છે. તેમજ તેણે ચારેક દિવસમાં તમારા દાગીના બનાવની આપી દેશે તેવી વાત કરી હતી. પરંતુ બાદમાં મેં ફોન કરતાં બહાન બતાવ્યા હતાં. આજ સુધી તેણે મારુ સોનુ કે દાગીના પાછા ન આપતાં અને ખોટા બહાના બતાવતાં અંતે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં જીજ્ઞેશભાઇ પાટડીયાએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આવા જ બીજા એક બનાવમાં ૧૫૦ રીંગ રોડ બ્લુક્લબ પાસે ઋષીકેશ એજોટીકા ફલેટ નં. ૧૦૦૧માં દસમા માળે રહેતાં અને ભૂપેન્દ્ર રોડ પર યોગી કોમ્પલેક્ષમાં પહેલા માળે શ્રીજી ઓર્નામેન્ટ નામે દૂકાન ચલાવતાં રમેશચંદ્ર નારણદાસ પાલા (ઉ.વ.૬૫) સાથે તેની દૂકાનમાં જ નોકરી કરતાં મોરબી રોડ નાની ફાટક પાસે ઓમ પાર્ક રોડ પર રહેતાં માધવદાસ જેન્તીલાલ ફીચડીયા નામના કારીગરે રૂા. ૪,૫૦,૦૦૦ની ઠગાઇ કરી છે.
રમેશચંદ્ર પાલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે માધવદાસ અમારી દૂકાને નવ વર્ષથી નોકરી કરે છે. તે દુકાનનું સિલ્વરનું તમામ કામ સંભાળે છે. ગત ૨૬/૧ના રોજ તેને મેં ચાંદીના ઘરેણા ૬૫ ટચ ચાંદીના ૬૯૩૦.૭૭ કિ.ગ્રા. રૂા. ૪,૫૦,૫૦૦ના આપયા હતાં. તેણે આ દાગીનાનું પેમેન્ટ એક મહિનામાં આપીદેશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ સમય વીવતા છતાંરૂપિયા કે ચાંદીના દાગીના પાછા ન આપતાં અમે ઉઘરાણી કરતાં પૈસા નથી તેમ કહી દીધુ હતું. છેલ્લે તેણે પોતે હોસ્પિટલમાં દાખલ છે તેમ કહેતાં અમે તપાસ કરતાં આ દાગીના તેણે અમરેલીમાં વેંચી નાખ્યાનું કહ્યું હતું. આથી અમે અમરેલી જઇ તપાસ કરતાં ત્યાં માધવદાસે કોઇ દાગીના વેંચ્યા નહિ હોવાનું જણાયું હતું. આથી ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ પણ પીએસઆઇ આર. એસ. ચાવડાએ હાથ ધરી છે.
(3:48 PM IST)










