<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

વોર્ડ નં.૪ના તિરુપતિ વિસ્‍તારવાસીઓ ફરી વિફર્યાઃ રસ્‍તા -ચક્કાજામ

નર્મદાની પાઇપલાઇન સાથેના રોડ પર ગેરકાયદે દુકાનો ખડકી દીધાનો આદમી પાર્ટીનો આક્ષેપ

 રાજકોટઃ શહેરના સામાકાંઠાના વોર્ડ નં.૪માં ગ્રીન લેન્‍ડ ચોકડી પાસે મોરબી રોડ આવેલી તિરૂપતિ વિસ્‍તાર વાસીઓએ મુખ્‍ય રોડ ટચ પાકા રોડની સુવિધા મળતી ન હોય, દસેક દિવસ પહેલા મેયરની ગાડી ઘેરીને વિરોધ કર્યો હતો. બાદમાં આજે ફરી સમગ્ર રોડ ડામરથી મઢવાની માંગણી બહેનોએ રોડ પર કરી હતી.

 તિરૂપતિ બાલાજી સોસાયટીથી સીધા ગ્રીન લેન્‍ડ ચોકડી આવવા માટેનો રોડ છે. પરંતુ અહીંથી જીઇબીની લાઇન અને સબસ્‍ટેશન પસાર થતા હોય, આ પ્રશ્‍ને હાઇવે ઓથોરીટીમાં પણ અટવાયેલો છે. મનપા આવા ઘણા કારણોથી ડામરનું કામ સીધુ કરી શકતી નથી. હવે આજે ફરી બહેનો આ માંગણી સાથે મુખ્‍ય રોડ પર પહોંચ્‍યા હતા. તિરૂપતિ બાલાજી સોસાયટીના બહેનોએ તેમને ચોમાસામાં પાકા રોડની સુવિધા આપવા માંગણી દોહરાવી હતી.

 આમ આદમી પાર્ટીએ  આક્ષેપ કર્યો છે કે, વોર્ડ નં.૪ના ૧૮ મીટરના રોડથ્‍થર આવતી નર્મદાની કેનાલ પર કોર્પોરેટરે છ જેટલી દુકાનો ખડકી દીધી છે. ટીપીનો રોડ છ મીટર સુધી દબાવીને પાંચ મકાન પણ ઘણા સમય પહેલા બનાવી દેવામાં આવ્‍યા છે. અગાઉ ડિમોલીશન કરવા છતાં ફરી આ બાંધકામ ખડકી દીધા હતા. હાલમાં જ એક દુકાન લાખો રૂપિયામાં વહેચવામાં આવી છે.)

(3:52 PM IST)