તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
અજેન્દ્ર ડેરી ફાર્મમાંથી અખાદ્ય ૮પ કિલો પનીર ઝડપાયું : નાશ
મનપા દ્વારા સોરઠીયાવાડી વિસ્તારમાં ચેકીંગ : સંત કબીર રોડ ઉપરના ર૦ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ : ૬ ને લાઇસન્સ અંગે સુચનાઃ જીરા રસ્ક, કેક તથા ટોસ્ટ સહિત ૪ નમુના લેતી ફુડ શાખા

રાજકોટ, તા., ૪ : મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સોરઠીયાવાડી ૬-૮ કોર્નર, ૮૦ રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ અજેન્દ્ર ડેરી ફાર્મ પેઢીની તપાસ કરતા સ્થળ પર ફ્રિજમાં સંગ્રહ કરેલ પેક્ડ પનીરના જથ્થા પર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ લેબલીંગ મુજબ મેન્યુ ડેટ, એક્સપાયરી ડેટ, બેચ નંબર વિગેરે જેવી વિગતો દર્શાવેલ ન હોય તેમજ સંગ્રહ કરેલ જથ્થો વાસી જણાતા જાહેર આરોગ્યના હિતાર્થે અંદાજિત ૮૫ કી.ગ્રા. પેક્ડ પનીરનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ છે, તેમજ પેઢીને સ્થળ પર હાઇજેનીક કન્ડિશન જાળવવા તથા પેક્ડ ખાદ્યચીજો પર કાયદા મુજબ લેબલ પર જરૂરી વિગતો દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ તથા પેઢીમાંથી પનીર નમુનો પળથ્થકરણ અર્થે લેવામાં આવેલ.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૬ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
નમુના લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ ATUL BAKERY JEERA RUSK (200G PKD) તથા રોયલ કસાટા કેક (લુઝ) મલ્ટી ગ્રેઇન ફૂડ પ્રા.લી., શોપ નં.૨૯, ગ્રાઉન્ડ ફલોર, સુવર્ણભૂમી કોમ્પ્લેક્ષ, અંબિકા ટાઉનશીપ, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ સામેથી તથા ચોકલેટ ચીપ્સ કેક, ATUL BAKERY MILK TOAST (200G PKD): મલ્ટી ગ્રેન ફૂડ પ્રા.લી., (અતુલ બેકરી), j માર્ટ, જલારામ ચોક, ગીતાનગર મેઇન રોડ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ સહિત કુલ ૪ નમુના લેવામાં આવ્યા હતા.
(3:35 PM IST)










